________________
આત્મ-ઉત્થાનના પાયે
બીજાના અશુભની ઈચ્છા, ખીજાને અશુભ કરે કે ન કરે, પણ પેાતાના શુભના તા ઘાત કરે જ છે. અશુભ ઇચ્છયુ ત્યાં જ શુભ પલાયન થયું સમજવુ'.
૩૧૨
કાઈને પેાતાનુ અશુભ ગમતું નથી-એ હકીકત -જ સવ માટે શુભ વાંછવાની ફરજ પાડે છે પેાતાના શુભ માટે ખીજાનું અશુભ ઈચ્છવુ એ સામાને અપશુકન કરાવવા માટે પેાતાનું નાક કાપવા બરાબર છે, મેલા દર્પણમાં માં ન દેખાય, તેમ મેલવાળા મનમાં શુભ ન ઝીલાય.
આ અપશુકન શુભ જ્ગ્યાહ્નાસમ મૈગ્યાદિ ભાવાને ઘાત કરનાર વૈચારિક કાલિમા છે. કાળા કાલસા કરતાંય વધુ કાળી આ કાલિમા ી કાંઈના મનમાં દાખલ ન થાય એવી ભાવના ભાવવી, તે શુભાકાંક્ષી માત્રની ફરજ છે. સર્વ માટે ખરેખર તે જ ઈચ્છીએ જે અ'તઃકરણપૂર્વક જાત માટે ઇચ્છતા હાઈ એ.
નાશવંત પદાર્થોની માગણી એ પ્રાર્થનારૂપ નથી, પણ વાસનારૂપ છે. જે પળે જીવાત્મા ક્ષણિક વસ્તુથી વિશ્મે છે અને નિત્ય વસ્તુને ઝ ંખે છે, તે પળે જ સાચી પ્રાથના શરૂ થાય છે. દિવ્ય પ્રાનાના એ સનાતન પ્રવાહ વહેતા જે હાય છે.
સાધુ, સ'ત અને ભક્ત આત્માએ સદા નિષ્કામ—પ્રાથનાએ કરતા હાય છે. એ પ્રાનાના સ્વીકારરૂપે જ જાણે પૃથ્વી, પાણી, પવન, વૃક્ષ, સૂર્ય, ચન્દ્ર અને મેઘ આદિ સમસ્ત પ્રકૃતિ, માનવરૂપી છેાડને વધુ ઉન્નત કરવા નિર્વ્યાજ સહાય કરી રહી હાય, એમ શું અનુભવાતું નથી ?
ચિત્ત, ચૈતન્યની દિવ્ય એકતા એ આત્માનું રસાયણ છે, તે માટેની પ્રાથના જેએના હૃદયમાં જાગે છે, તે નિઃશંક, નિર્ભીક અને નિર્વિકલ્પ બની જાય છે.
આવી દિવ્ય પ્રાથનાનું' તત્કાલ ફળ એકાંત હૃદય શુદ્ધિ છે. હૃદયને શુદ્ધ કરવુ અને તે શુદ્ધિને ટકાવી રાખવી એ જ પ્રાથનાની ખરી સિદ્ધિ છે,
શુદ્ધ અને સ્વસ્થ હૃદયમાં જ પરમાત્માનું યથાથ પ્રતિબિમ્બ પડી શકે છે. ચિત્તમાંથી રાગ, દ્વેષ, માયા, કપટ, વિષય, વિકાર આદિના કુસ'સ્કારો જેટલા અંશે દૂર થાય છે, તેટલા અંશે હૃદયરૂપી અરીસા શુદ્ધ બને છે અને એ શુદ્ધ બને છે તેટલા પ્રમાણમાં આત્માને પરમાત્માના સાંનિધ્યને લાભ મળે છે.
હૃદય શુદ્ધિ માટેની આ તાલીમનું નામ જ ‘પ્રભુપ્રાથ ના' છે. નિત્ય વસ્તુની પ્રાપ્તિ માટેની ઝંખના જ હૃદયને શુદ્ધ કરે છે.
પરમાત્મ-તત્ત્વ નિત્ય છે અને તેના પ્રત્યે ભક્તિ ધારણ કરનારા ભક્તે પણ હંમેશાં હોય જ છે. બાહ્ય દૃષ્ટિએ તે ન દેખાય, તા પણ આંતર-ષ્ટિ જાગે અને આપણામાં પરમાત્મ ભાવની ઝંખના જોર પકડે તા તેવા ભક્તો નજરે પડે છે.