________________
આત્મ-ઉત્થાનનો પાયે
હૃદયમાં ઈશ્વર પરમાત્માનું નામ હદયમાં સ્થિર થતાં જ જાણે પરમાત્મા સાક્ષાત્ દેખાતા હોય તેવું લાગે છે, જાણે હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, સર્વ અંગોમાં અનુભવાતા હોય અને તન્મયી ભાવને પામતા હોય તેવું લાગે, ત્યારે સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે.
આપણા હૃદયમાં આજે કે રાજે છે? ત્યાં રાજ કેણ કરે છે? તે આપણે જેવા, વિચારવાનું છે.
અહંના રાજ્યમાં રહી-રહીને કંટાળેલા વિવેકી અને આ પ્રશ્ન સહેજે કુરે તેમ છે.
ખરે આનંદ, પૂરી સલામતી, સંપૂર્ણ નિશ્ચિતતા પરમાત્માના સામ્રાજ્યમાં રહેવાથી અનુભવવા મળે છે. હૃદય પરમાત્માને આપી દેવાથી પરમાત્માનું સામ્રાજ્ય સમગ્ર જીવન ઉપર સ્થપાય છે.
તાત્પર્ય કે પરમાત્માને હૃદયેશ્વર બનાવવાથી એક એવા અનુપમ, અપૂર્વ, અલૌકિક જીવનને અનુભવ થાય છે કે જેમાં આનંદ જ હોય છે. કેઈ પ્રકારના ભય કે ચિંતા આદિ દેને એક અંશ પણ હેતું નથી.
જેઓશ્રીએ બધા જીવાત્માઓને પોતાના જેવા પૂર્ણ વિકસિત, સર્વથા નિલેપ અને સ્વતુલ્ય સ્થાન આપ્યું, તે પરમાત્માને પિતાનું હૃદય આપવામાં થતો સંકેચ, ક્ષોભ, પ્રમાદ, ઢીલાશ એ વાસ્તવમાં મેહનું તેફાન છે. જે જીવમાત્રને જબરજસ્ત પજવે છે.
માનવભવની પૂરી સાર્થકતા તેને પરમાત્માના નામગુણાદિ વડે ભરી દેવામાં છે અને તેને સટ ઉપાય પરમાત્માને હૃદયેશ્વર બનાવવા તે છે.
અર્ધી રાતે કેઈ આવીને પૂછે કે તમારા મન-હૃદયમાં કોણ છે? તે આપણે શે જવાબ આપીએ? એવો જવાબ આપી શકીએ ખરા કે અમારા મન-હૃદયમાં પરમાત્મા છે !
આ જ જવાબ એ સંસાર તરવાને ઉપાય છે.
માન-દાનનો પ્રભાવ માનવને માન-કવાયની અધિકતા છે, માટે અભિમાન મૂકીને પૂજ્ય વ્યક્તિઓને નામ-ગ્રહણપૂર્વક માન-આપવામાં માનવજન્મની સાર્થકતા છે.
દેવ-ગુરુના નમસકારથી ધર્મને પ્રારંભ થાય છે. તેના મધ્યમાં અને અંતમાં પણ નમસ્કાર વડે જ, માનરહિત અને જ્ઞાનસહિત થાય છે, માટે જ શ્રી નવકાર પરમ મંગળકારી છે.