________________
- ૩૦૮
આત્મ-ઉત્થાનને પાયો હું નહિ, તું નહિ, તે વિષમ સંગે ઉત્પન્ન થાય નહિ, તે જગત તરફ યથાર્થ વૈરાગ્ય ઉત્પન્ન થાય નહિ.
વ્યવહારિક દષ્ટિના જીવનમાં સમ-વિષમપણું અનુભવમાં આવ્યા સિવાય રહે જ નહિ, પણ જ્યારે અહંકાર કરવા બહુ જ ન રહ્યો તે “તુંપણ ન રહ્યો. જે કાંઈ રહ્યું તે “તું રહ્યું.
ઘડે પાણીમાં ડૂબેલો રહે ત્યાં સુધી પાણીમાં ને પાણીમાં તેને ગમે ત્યાં લઈ જાઓ પણ તેનું વજન લાગતું નથી. ઘડાને પાણીની બહાર કાઢો કે તરત જ વજન લાગવાનું. તેમ મનને જયાં સુધી પરમાત્મામાં (આત્મ-સ્વરૂપમાં) ડૂબેલું રાખીશું, ત્યાં સુધી જગતને બોજો લાગવાને નથી.
પ્રભુને આપણાથી ભિન્ન જોયા કે દુખરૂપી બે લાગવાન, તરત જ લાગવાને, વસ્તુસ્થિતિ બધાની એમ જ થયા કરે છે.
માટે હુને પક્ષ છોડીને પ્રભુના જ પક્ષકાર બનવું જોઈએ પ્રભુ પ્રેમના સમુદ્રરૂપે સવંત્ર બિરાજે છે. મનને તેમાં નિમગ્ન રાખવાથી સઘળે રાગ વાગ્યમાં બદલાઈ જાય છે અને અપૂર્વ શાંતિ અનુભવાય છે. શાંતિની ચાવી
સાક્ષીભાવ રાખી, દેહભાન જાણી જોઈને ભૂલી જવું એ શાંતિની ચાવી છે. આપણું ધન અગર બળ એ પ્રભુ ઉપર વિશ્વાસ છે. પ્રભુ એટલે સાક્ષી-ચેતન-આત્મા. તે સહુથી અધિક ધનવાન અને સહુથી અધિક બળવાન છે.
પ્રભુ-પરાયણ થવાને આપણને વારસ મળે છે, તેનું ગૌરવ લેવું જોઈએ. અન્નજળ સિવાય ચાલે, પણ પ્રભુ સિવાય ઘડીભર પણ જીવી શકીએ નહિ, પ્રભુ સિવાય બીજ કેઈને પણ ડર રાખવાની જરૂર નથી.
પ્રભુ તરફનો પ્રેમ અને એ માટે નામનું રટણ એ પ્રબળમાં પ્રબળ સાધન છે.
આપણું બધું કામ પ્રભુ કરી રહ્યા છે, એને અર્થ એ છે કે આત્મતત્વ કરી રહ્યું છે. એ દિવ્ય શક્તિ સિવાય કોઈથી કશું જ થઈ શકતું નથી.
ભગવાનની શક્તિ સિવાય સૂકું પાન પણ ચાલી શકતું નથી. એને અર્થ, ક્રિયા માત્ર ચેતનની શક્તિથી થાય છે. ચેતનની દિવ્ય શક્તિ એ જ પ્રભુનું સામર્થ્ય છે.
अणुमात्रमपि तन्नास्ति, भूवनेऽत्र चराचरे ।
तदाज्ञानिरपेक्ष हि, यज्जायेत कदाचन ॥१॥ પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાથી અખૂટ શાંતિ અનુભવી શકાય છે, કારણ કે પ્રભુ પિતે પરમ સામર્થ્યવાન હોવા ઉપરાંત પરમ શાંતાકાર છે.