________________
૩૦૭
પરમને પ્રણામ
ભૌતિક આવશ્યક્તાએ હંમેશાં અધૂરી જ રહે છે, માટે તેને પ્રણામ કરવામાં બુદ્ધિમત્તા નથી. જ્યારે પરમાત્માને પ્રણામ કરવામાં બુદ્ધિની સાર્થક્તા છે, કારણ કે તેના ફળરૂપે સર્વ ઈચછાઓને અંત થાય છે અને પરમસુખ પ્રાપ્ત થાય છે. મહાન કે?
અલ્પાત્મા અલ્પને પ્રણામ કરે મહાન આત્મા મહાનને પ્રણામ કરે. મહાન તે છે કે જે પરમ ઐશ્વર્યમય છે. અલપની સંગે મહાનતા ન પાંગરે. અલપ તે છે કે જે રાગદ્વેષ યુક્ત છે, વિષય કષાયને આધીન છે અને તેમાં જ આસક્ત રહી જીવન જીવનાર છે.
પરમને પ્રણામ એ તે જીવનના પરમ સૌભાગ્યને બીજ છે. સર્વ મંગળનું આદિ કારણ છે. જેના ઉપકારે અનંત છે તે પરમાત્માને જ ચઢતે પરિણામે પ્રણામ કરવામાં જ મનની સાર્થકતા છે. પરમ કૃપાળુ પરમાત્મા વંદનીય છે.
ભગવાનને વંદન કરવાથી સર્વ પાપને નાશ થાય છે. વંદન એકલા શરીરથી નથી કરવાનું, પણ શરીરની સાથેસાથ મનથી કરવાનું છે.
વંદન એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિ. બંને પ્રભુને સમર્પિત કરવાના છે. પરમાત્માને વંદન પૂર્ણભાવથી કરવાનું છે. પરમાત્માના જીવાત્મા ઉપર અનંત ઉપકાર છે. બોલવા જીભ, જોવા આંખ, સાંભળવા કાન, વિચારવા મન, નિર્ણય કરવા બુદ્ધિ–આ બધું પરમાત્માની કૃપાથી મળ્યું છે–તે ઉપકારને યાદ કરી “હું પરમાત્માને ઝણું છું.” એવા ભાવથી વંદન કરવાનું છે. | મારા પાપ અનંત છે તેમ હે નાથ ! તારી કૃપા પણ અનંત છે, એવા ભાવપૂર્વક કરેલ વંદન સફળ થાય છે. જેને વંદન કરવાથી આમહિત થાય તેને જ વંદન કરવાનું છે. વંદન તેને થાય કે જે સર્વ કર્મના બંધનથી મુક્ત છે અને મુક્તિપ્રદાયક ગુણના પ્રકર્ષને પામેલા છે. ભગવાનને વંદન કરવાથી, જીવ કર્મના બંધનથી મુક્ત થાય છે.
દેવ, દેવેન્દ્ર કે ચક્રવર્તીને વંદન કરવાથી જે કાંઈ મળી શકે અથવા તેઓ જે કાંઈ આપી શકે તે તે જીવે અનાદિ આ સંસારમાં ભમતાં અનેકવાર મેળવ્યું છે, તેમ છતાં હજુ તે મેળવવાની ઝંખના પૂર્ણ થઈ નથી.
અધૂરી આ ઝંખના એમ બતાવે છે કે આપણે પૂર્ણ પરમાત્માને, સાચા પૂરા ભાવથી નમ્યા નથી. પરમાત્માને શ્રદ્ધાપૂર્વક નમનારને પૂર્ણતા પ્રાપ્ત થાય છે, પણ તે નમન સમર્પિત થઈને કરવાનું છે. માટે વિના વિલંબે તેમની પરમાત્માની ભક્તિમાં બધી શક્તિને સમર્પિત કરતાં થઈએ.