________________
૩૧૧
પ્રાર્થના અને શુભેચ્છા
બીજાની જેમ જ આપ્તજનોની ડાહી વાત માનવાની ટેવ પાડવાથી માન ઘસાય છે અને ધર્મનું મૂળ વિનય પુષ્ટ થાય છે. આધ્યાત્મિક સુખ અને શાંતિ મેળવવાને ઉપાય, પિતાનું માનવાને નહિ પણ બીજાનું માનવાને છે.
દરેક ક્ષેત્રમાં માનવીને વિકાસ, માનવીને માન આપવાથી થાય છે, માન માગવાથી નહિ! અર્થાત મન, વચન અને કાયાથી બીજાને માન આપતાં શીખવું. એ જ આત્મવિકાસને સરળ અને નિશ્ચિત માર્ગ છે.
પ્રભુની આકૃતિના દર્શનથી સાક્ય મુક્તિ, પ્રભુના નામનું ગ્રહણ કરવાથી સામીપ્ય મુક્તિ. પ્રભુના આત્મદ્રવ્યના ચિંતનથી સારૂ મુક્તિ અને પ્રભુના ભાવની સાથે તન્મય થવાથી સામૂજ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. એ ચારે પ્રકારની મુક્તિ “માન મુક્તિના પર્યાયરૂપ મુક્તિ છે.
પૂનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને ભક્તિપૂર્વક હદયમાં સ્થાન આપવાથી, માન-કષાયથી મુક્ત થવાય છે. માન-મુક્તિથી અન્ય કલાની મુક્તિ સુલભ બને છે. દાન પણ માન છેડવા માટે હોય, તે જ ધર્મરૂપ બની શકે છે, પ્રત્યેક ધર્મક્રિયા મુખ્યત્વે માનવને માન–કષાય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે વિહિત છે. પ્રસન્નતાનું દાન
પ્રસન્નતાનું દાન જેમાં એક બદામ પણ ન બેસે એવું દાન છે અને છતાં, બીજું એવું એક પણ દાન નથી, કે જે તેના દાતાને એના જેવું ફળ આપે.
જેના તેના પ્રતિ નિરંતર પ્રસન્ન દષ્ટિથી જોવું તે, પ્રસન્નતાનું એટલે કે સન્માનનું દાન છે. પ્રત્યેક પ્રસન્નતા સંપત્તિને ઉત્પન્ન કરનાર છે, અર્થાત્ સંપત્તિની પૂર્વે દેડનાર ઘોડેસ્વાર છે, સંપત્તિની બિરદાવલી બેલનાર છડીદાર છે.
પ્રભુભક્તિમાંથી પ્રગટતી ચિત્તની પ્રસન્નતા, એ એક એવી ચુંબકીય શક્તિ છે કે જેના પ્રભાવે શત્રુ પણ મિત્ર બને છે. આપત્તિ સંપત્તિમાં ફેરવાઈ જાય છે અને કોઈ પણ જાતના કંટાળાને પ્રાય: અવકાશ નથી રહેતું.
પ્રાર્થના અને શુભેચ્છા પુણ્યનું ફળ શુભ છે, તેથી તે બીજા માટે ઇરછાય! પાપનું ફળ અશુભ છે, તેથી તે બીજા માટે ઇચ્છાય નહિ !
વળી ઈચ્છા કે સંકલ્પ પુણ્યવાનના જ ફળે છે, પાપીના નહિ! તેથી પાપનું ફળ, કઈ બીજા માટે ઈરછે, તે પણ તે ઈચ્છા વંધ્ય જ રહે છે.