________________
૩૦૪
આત્મ-ઉત્થાનને પયા આથી જ અહિંસાને સાચા જ્ઞાનની કસેટી માનવામાં આવી છે, તે પરમ ધર્મ છે, પરમ પ્રેમ છે. કારણ કે, તે આત્યંતિક કસોટી છે. એની કસોટીમાં જે ખરે ઊતરે, તે જ ધર્મ ખરે સાબિત થાય છે.
પ્રજ્ઞા કેવી રીતે પ્રાપ્ત થાય? આપણામાં જે જ્ઞાનશક્તિ છે, તે વિષય મુક્ત બની જાય, તે તે પ્રજ્ઞા બની જાય. વિષયના અભાવમાં જ્ઞાન પિતાને જ જાણે છે.
પિતાના દ્વારા પિતાનું જ્ઞાન એ જ પ્રજ્ઞા છે. એ જ્ઞાનમાં કોઈ જ્ઞાતા નથી, કોઈ રેય નથી. માત્ર જ્ઞાનની શુદ્ધ શક્તિ જ હોય છે. એનું સ્વયં વડે સવયંનું પ્રશાશિત થવું તે પ્રજ્ઞા છે.
જ્ઞાનનું આ સ્વયં પરથી પાછા ફરવું, તે માનવચેતનાની સૌથી મોટી ક્રાંતિ છે. આ ક્રાંતિથી જ મનુષ્ય અવયં સાથે સંબંધિત થાય છે અને જીવનનું પ્રયોજન તથા જીવનની અર્થપૂર્ણતા તેની સમક્ષ પ્રગટ થાય છે.
આવી ક્રાંતિ સમાધિમાંથી ઉપલબ્ધ થાય છે. પ્રજ્ઞાનું સાધન સમાધિ છે. પ્રજ્ઞા સાથે છે, પ્રેમ એ સિદ્ધિનું પરિણામ છે, પ્રેમ એ પરિવાર પણ છે. પરિવાર એ પ્રેમનું પહેલું પગથિયું છે. એ યાદ રહે કે, પ્રથમના અભાવમાં અંતિમને કેઈ આધાર નથી.
પ્રેમ વડે પરિવાર બને છે. પ્રેમના વિકાસથી પરિવાર મેટ થતું જાય છે, પછી એ પરિવારની બહાર કેઈ રહેતું નથી ત્યારે તે “પ્રભુ બની જાય છે. “વસુધૈવ કુટુંબકમ ”
પ્રેમના અભાવમાં, મનુષ્ય નિજતામાં પૂરાઈ જાય છે. પણ સાથે તેને કોઈ “સેતુ” રહેતું નથી. એ ક્રમિક મૃત્યુ છે. જીવન તે પારસ્પરિકતા છે. જીવન સંબંધમાં છે. આનંદનો જન્મ
મનુષ્યમાં સર્વના પ્રતિ પ્રેમને જન્મ ત્યારે થાય છે, કે જ્યારે પોતાની અંદર આનંદને જન્મ થાય છે. મુળ પ્રશ્ન આનંદાનુભૂતિને છે. અંતરમાં આનંદ હોય તે આત્માનુભૂતિથી પ્રેમ ઉપજે છે.
જે પિતાના આત્યંતિક અતિત્વથી અપરિચિત છે, તે કદી પણ આનંદને પ્રાપ્ત કરી શકતા નથી. “સ્વરૂપમાં પ્રતિષ્ઠા તે જ આનંદ છે. એ કારણે પોતાની જાતને જાણવી એ નૈતિક અને શુભ થવાને માર્ગ છે.
પિતાને જાણતાં જ આનંદનું સંગીત ગુંજવા માંડે છે, પછી જેના દર્શન પિતાની અંદર થાય છે, તેનાં જ દર્શન સમસ્તમાં થવા લાગે છે.
પિતાને જ સર્વમાં પામીને, પ્રેમને જન્મ થાય છે. પ્રેમથી માટી કે પવિત્રતા નથી અને પ્રાપ્તિ નથી જે એને મેળવી લે છે, એ જીવનને મેળવી લે છે.