________________
૨૦૨
આત્મ-ઉત્થાનનો પાયે
પૂર્ણ પ્રેમાનંદમયતાનો પ્રયોગ હદયમાં તિર્મય પ્રતિમા કલ્પવી, ચતુર્મુખ ક૯૫વાથી વધારે અનુકૂળ પડે છે. પ્રકાશમાં ઉજજવળ વર્ણના ભગવાનનું થડી ક્ષણે ધ્યાન કરવું.
ભગવાન પ્રેમરૂપ છે. હૃદયમાં રહેલા ભગવાનમાંથી ચારે બાજુ પ્રેમના કુવારા ઊઠે છે. આ ફુવારાના પ્રવાહ આપણા શરીરમાં ફેલાય છે. આપણા લોહીના અણુએ અણુ અને આત્મપ્રદેશ પ્રેમરૂપ બને છે. આપણે પિતે પ્રેમ સ્વરૂપ બનીએ છીએ.
આ ભગવાન આનંદરૂપ છે. પૂર્ણાનંદમય છે. આ આનંદસુધા ભગવાનમાંથી નીકળી આપણી સમગ્રતામાં ફેલાય છે. આપણે આનંદ સ્વરૂપ હોવાનો અનુભવ કરીએ છીએ.
ભગવાન અવ્યાબાધ સુખરૂપ છે. આ સુખ ભગવાનમાંથી આપણામાં ફેલાય છે અને આપણે સુખમય બનીએ છીએ.
ભગવાન અચિત્ય શક્તિયુક્ત છે. તે શક્તિને પ્રવાહ આપણી સમગ્રતામાં ફેલાવાથી આપણે શક્તિસ્વરૂપ બનીએ છીએ. મહાન કાર્યો સિદ્ધ કરવાની શક્તિવાળા બનીએ છીએ.
ભગવાન સમૃદ્ધિના ભંડાર છે. તેમાંથી સમૃદ્ધિ આપણામાં ભરાય છે. આપણે સમૃદ્ધિથી પૂર્ણ બનીએ છીએ.
હૃદયમાં રહેલી ભગવાનની પ્રતિમા હવે ધીમે ધીમે મોટી બનતી જાય છે. મોટી બનતાં આપણું શરીર પ્રમાણ બને છે. આ પણે હવે પરમાત્મ સ્વરૂપ છીએ, પૂર્ણ છીએ, તે પૂર્ણ સ્વરૂપને છેડે સમય નિર્નિમેષ જોઈ રહેવું. એટલે પૂર્ણ પ્રેમાનંદમયતાને સચોટ અનુભવ થશે, તેમ જ અન્ય સર્વ અવસ્થાઓને વળગાડ છૂટી જશે. | ગમે તેવા ફિલષ્ટ સંગોમાં બાર નવકાર ગણી આ પ્રયોગ કરવાથી મનમાં શાંતિ અને આનંદ-આનંદ થઈ જાય છે. કારણ કે આપણે પોતે જ આનંદ અને સુખના મહાસાગર છીએ, એ હકીકત ભૂલાઈ જવાથી અશાતિ-ઉદ્વેગ વગેરે આપણને અશાન્ત બનાવે છે. આ પ્રયોગથી આપણામાં ખરેખર રહેલા આનંદ અને સુખનું સચેટ ભાન થાય છે અને ઉદ્વેગ અને અશાન્તિના સ્થાને આનંદ અને શાંતિનો અનુભવ થાય છે.
પુપની કળીએ કળીએ ખીલવતા રવિકિરણની જેમ હૃદય સમસ્તને પુલકિત બનાવી દેનારા આ પ્રયોગમાં લેગ દ્વારા સાંપડતા અક્ષય સુખનું પ્રદાન કરવાની શક્તિ છે. પ્રેમની અભિલાષા
પ્રેમ આપણને સમગ્ર સાથે જોડે છે. પ્રેમના અભાવમાં આપણે સમગ્ર અસ્તિત્વથી અલગ અને અટુલા થઈ જઈએ છીએ. પ્રેમ વિના ખરે જ દરેક જણ એકાકી છે.