________________
પ્રભુ, પ્રેમ અને વિશ્વાસ
પૂર્ણતાની દૃષ્ટિ એ જ પ્રેમનુ* લક્ષણ
ભગવાન અનંત પ્રેમથી ભરેલા છે, એ વાત થાપણે સમજાય છે,તેની સાથે જ ભગવાન પ્રત્યે અનંત પ્રેમ ઉભરાય છે.
૩૧
દુનિયામાં ‘પ્રેમ’ નામ ધરાવનારાં જેટલાં તત્ત્વા છે, તે સĆમાં ભગવાનનું સ્થાન સર્વોચ્ચ છે.
ભગવાનના પ્રેમ જેવા પ્રેમ ધરાવવાની શક્તિ, ભગવાન સિવાય બીજા કાઈમાં આવી શકતી નથી.
આ સમજણ આવતાંની સાથે જ ભગવાન ઉપર અવિહડ પ્રીતિ–ભક્તિ જાગે છે. એ પ્રીતિ-ભક્તિને આદિ હોય છે, પણ અંત હેાતા નથી. સાદિ અનંત સ્થિતિવાળી પ્રીતિ પ્રભુ સાથે જ થઈ શકે અને બીજા સાથે નહિ જ, એવા શાસ્રીય નિયમ પછી જ યથાર્થ સમજાય છે.
પ્રેમ અને સ્થિરતા
દન માહનીય કર્મોના ક્ષયથી અન"ત પ્રેમ ચારિત્ર માહનીય ક્રમના ક્ષયથી અનત સ્થિરતા પ્રાપ્ત થાય છે.
સિદ્ધ પરમાત્માએ સંસારી જીવાને આત્મતુલ્ય અને આત્મપૂર્ણ દૃષ્ટિથી જુએ છે. માતા પેાતાના બાળકને અને બાળક પેાતાની માતાને પૂર્ણતાની નજરે જુએ છે. તેથી પરસ્પર અખંડ પ્રીતિ ટકે છે.
સતી સ્ત્રી, નિજ પતિને પરમેશ્વરની દૃષ્ટિથી જુએ છે, તેથી તેની પતિભક્તિ અખ'ડ ટકી રહે છે.
સિદ્ધ ભગવંતાની પૂતાની દૃષ્ટિ, પેાતાનુ પૂર્ણ સ્વરૂપ પ્રગટાવવામાં પરમ ઉપકારક છે, એ સમજ સિદ્ધ પરમાત્મા ઉપર અનત ભક્તિને પ્રગટાવે છે. ‘ આત્મસમર્શન ' એ જ પ્રેમ' શબ્દના પર્યાયવાચી શબ્દ છે.
રાગમાં માંગવાનું છે, પ્રેમમાં આપવાનું છે.
આત્મદાનના અર્થ એ છે કે આત્મા ખાતર જેટલું કરી છૂટાય, તેટલું જ પર માટે
કરી છૂટવું. અને આત્મા માટે જે કાંઈ થાય છે, તેના બદલેા જેમ માંગવામાં નથી આવતા, તેમ ખીજા માટે જે કાંઈ થાય તેના બદલા પણુ ન માગવા. તા જ સાચા પ્રેમ અને સાચી સ્થિરતા, સ્વાધીન બને અને આત્મસુખ અનુભવમાં આવે.
卐