________________
પૂર્ણ પ્રેમાનંદમયતાને પ્રગ
પ્રેમ જ જીવન છે. પ્રેમ સિવાય કોઈ જીવન નથી. ભાષામાં સૌથી મૂલ્યવાન શબ્દ કયો? “પ્રેમ” પ્રેમ એ જ પરમાત્મા છે. પ્રેમ એ જ આત્મા છે.
શરીર અને મનની પેલી પારના પ્રદેશમાંથી જે આવે છે, તે કિરણ પ્રેમનું છે. પ્રેમ એક અપાર્થિવ ઘટના છે. સત્યમાં જે નિકટતા નથી તે પ્રેમમાં છે. સત્ય એ જાણવાની વાત છે. પ્રેમ એ બનવાની વાત છે.
અસ્તિત્વ એક અને અવ્યય છે. સર્વના સ્વીકાર અને સહકારમાં પ્રેમ ફલિત થાય છે. એક વ્યક્તિ સાથે સંબંધ, પ્રેમના માધ્યમ દ્વારા બંધાય છે, મતલબ કે “હું ને છેડી દેવો તે “પ્રેમ કહેવાય છે.
જ્યારે સહુ કેઈની પ્રત્યે પોતાના દેહ ને જે છોડી દે છે, તે ખુદ પોતે જ “પ્રેમ” બની જાય છે. એ પ્રેમ એ જ ભક્તિ છે.
પ્રેમમાં “સ્વ” અને “પરનું અતિક્રમણ છે. જ્યાં “સ્વ” કે “પર” નથી ત્યાં જ સત્ય છે. માટે જેમને તૃષા છે, તેમણે પ્રેમ સાધ પડશે. એ ક્ષણ સુધી, એ સાધના ચાલુ રાખવી પડશે કે જ્યાં પ્રેમી અને પ્રિય મટી જાય અને કેવળ પ્રેમ જ શેષ રહે.
અહિંસા શું છે? આત્માને જાણી લે તે અહિંસા છે. હું, મને-પિતાને જાણવામાં સમર્થ બની જાઉં, તે સાથે સાથે સહુની અંદર જેને વાસ છે તેને પણ જાણી શકીશ. આ ભાવનામાંથી પ્રેમ પ્રકટે છે અને પ્રેમ માટે કેઈને પણ દુઃખ દેવાનું અસંભવિત છે. કેઈને પણ દુખ દેવાની આ અસંભાવના એ અહિંસા છે. અહ” આત્મ-અજ્ઞાનનું કેન્દ્રવર્તી લક્ષણ “અહ” છે. આત્મજ્ઞાનનું કેન્દ્રીય લક્ષણ પ્રેમ છે.
જ્યાં “અહ” શૂન્ય છે ત્યાં “પ્રેમ” પૂર્ણ બને છે. “અહ” સંકીર્ણ છે, પ્રેમ વિરાટ છે. “અહ” અણુસ્થિત છે, પ્રેમ બ્રહ્મ છે.
“અહંનું કેન્દ્ર વ્યક્તિ છે; પ્રેમનું કેન્દ્ર સમષ્ટિ છે. “અહ” પિતાને માટે જીવે છે, પ્રેમ” સહુને માટે જીવે છે. “અહ” શેષણ છે, “પ્રેમ” સેવા છે. અને પ્રેમમાંથી સહજ રીતે પ્રવાહિત થતી સેવા એ જ અહિંસા છે.
પ્રજ્ઞાનું સાધન સમાધિ છે, મતલબ કે સમાધિ સાધન છે, પ્રજ્ઞા સાધ્ય છે. પ્રેમ એ સિદ્ધિનું પરિણામ છે.
પ્રેમ કેવી રીતે મેળવો? પ્રેમ સીધે મેળવી શકાતું નથી. એ તે પરિણામ છે. પ્રજ્ઞાને મેળવો તે એના પરિશ્રમના વળતર તરીકે પ્રેમ મળી જાય છે.
પ્રજ્ઞા હોય, અને પ્રેમ ન હોય, એ સંભવિત નથી. જ્ઞાન હય, ને અહિંસા ન હોય, એ શી રીતે બની શકે ?