________________
૩૦૦
આત્મ-ઉત્થાનને પાયો અચળ વિશ્વાસ ધારણ કરવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન ન ભૂલાય તે માટે નામ જપને અભ્યાસ વધારે જોઈએ.
અભિમાન કરવાથી ગુણ પણ દષમાં પલટાય છે. કોઈ પણ ગુણનું અભિમાન થાય ત્યારે સર્વ ગુણી પરમાત્માનું સ્મરણ કરવું એટલે તે. અભિમાન ઓસરી જશે અને પરમાત્મ પ્રેમ વૃદ્ધિ પામશે.
જેના પર વિશુદ્ધ પ્રેમ હોય તેના પર અખૂટ વિશ્વાસ હોય જ, પ્રભુ પ્રેમના સાગર છે, એ ત્રિકાલાબાધિત સત્યમાં પૂરે વિશ્વાસ જ્યારે જીવનને શ્વાસ થાય ત્યારે માનવું કે જીવન સફળ છે.
સ્થિર-નિત્ય-શુદ્ધ-શાશ્વત—અખંડ-અક્ષય એવા પરમાત્મતવથી ચઢિયાતું તરવા ત્રિલેકમાં કઈ જ નથી. તે પછી પૂર્ણ પ્રેમમય પરમાત્મામાં પૂરેપૂરો વિશ્વાસ મુકવામાં વિલંબ શા માટે કરે. પરમાત્મામાં તત્કાલ વિશ્વાસ સ્થાપીને અખૂટ જીવને બાંધે જોઈએ. પરમાત્માના ચરણે સર્વસ્વ સમર્પિત કરી દેવું જોઈએ. પ્રભુને પ્રેમ અને કામને દિવસ
પરમાત્મા પિતાના અનંત જીવનમાંથી દયાનું અમૃત નિરંતર વરસાવી રહ્યા હોય છે.
આપણે તેની સન્મુખ થવાની જરૂર છે. વૃત્તિઓને તેની તરફ બરાબર વાળવાની જરૂર છે.
સન્મુખ થયા તે જ ક્ષણે તેમની અનુપમ દયાને સાક્ષાત્કાર થાય છે.
હૃદય હતાશ થાય અને બુદ્ધિ થાકી જાય, ત્યારે દીનભાવે પરમાત્માને શરણે જવાથી અપૂર્વ શક્તિ મળે છે. તે વખતે શરણાગતિ વડે, મન, બુદ્ધિ અને પ્રાણને પરમાત્માની નિષ્કામ કરુણાનાં પ્રત્યક્ષ દર્શન થાય છે.
પરમાત્માની શક્તિ અનંત છે, અપાર છે, અપરાજિત છે. પરમાત્માને પ્રેમ સર્વથા વિશુદ્ધ છે, નિષ્કામ છે. તેમાં રાગની છાંટ તથા કર્મના એક પણ આનું મિશ્રણ હેતું નથી.
આવા અનુપમ શક્તિશાળી પરમાત્માને હૃદયને ગુપ્તમાં ગુપ્ત પ્રદેશ સપ્રેમ અર્પણ કરવામાં આવે છે, કામવાસનાના સૂમમાં સૂમ બીજને પણ તે સમૂળ દવંસ કરી નાખે છે.
અંતરના ઊંડાણમાં રહેલા પ્રભુના દિવ્ય સ્વરૂપને શરણે રહેવાની કળા જેઓને સિદ્ધ થઈ છે, તેઓને આ બધી વાત પ્રત્યક્ષ છે.