________________
પ્રભુભક્તિનું મુખ્ય સૂત્ર
૨૯૭ ધર્મનો પ્રારભ જ પરોપકારની અને પરપીડા પરિવારની ભાવનાથી થાય છે. જેનામાં એ બેમાંથી એકે ભાવના નથી, તેમાં ધર્મ જ ક્યાં છે?
સર્વ ધર્મવાદીઓને આ વાત એકી અવાજે માન્ય છે.
આ બને ભાવનાની ટોચે પહોંચેલા શ્રી તીર્થંકરદેવના આત્માઓ ધર્મ-પ્રવૃત્તિના નાયક છે, ધમરથના સારથિ છે, ઘમ–સામ્રાજ્યના ચક્રવર્તી છે. એ હકીકતનું રહસ્ય આપણને જે ન સમજાય, તે આપણે આપણા ઉપકારી પ્રત્યે અને વિશ્વના પરમ ઉપકારી પ્રત્યે ભક્તિભાવ ક્યાંથી પ્રગટ કરી શકીએ? અનન્ય ઉપકારી શકસ્તવ
ચૈત્યવંદનનું પ્રત્યેક સૂત્ર, પિતાપિતાની આગવી ક્ષમતા ધરાવે જ છે, તેમાં કઈ શક નથી, પરંતુ તે બધાં સૂત્રોમાં અનન્ય ઉપકારી શ્રી તીર્થકર ભગવંતની વિશિષ્ટતાને જીવંત જે પ્રવાહ “નમેન્થણું' સૂત્રમાં વહી રહ્યો છે. જે તેમાં ભાવિત ચિત્ત ભળાય છે તે અનેખી એક આત્મમસ્તી મને પ્રસરતી અનુભવાય છે.
શ્રી તીર્થકર પરમાત્માની સાચી તેમ જ પૂરી જે ઓળખ, શ્રી નમુત્થણું સૂત્રમાં કરાઈ છે, તે આપણે અસ્થિમજજાવત્ બનાવવાની છે. મહત્ત્વના એ મુદ્દા ઉપરથી આપણું ધ્યાન અન્યત્ર ન ખેંચાઈ જાય તે ઉપકારક દૃષ્ટિએ પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે લલિતવિસ્તરણ ગ્રન્થમાં શ્રી તીર્થંકર પરમાત્માના ત્રિભુવન પૂજ્યતમ સ્વરૂપ ઉપર અદ્દભુત જે પ્રકાશ પાથર્યો છે તેને લાભ ઉઠાવવા માટે આપણે પણ ભાવિત ચિત્તે ચૈત્યવંદન કરતાં રહીને દરરોજ શ્રી નમુથુણંના સમરણ-મનન-ચિંતનમાં આત્માને નવડાવવાને છે.
એટલે સ્વાર્થ આપણને નચાવી નહિ શકે, વિષયકષાય આપણને ગબડાવી નહિ શકે, પ્રમાદ આપણને પજવી નહિ શકે અને આપણે પ્રભુજીની આજ્ઞા સાથે સીધે સંબંધ બાંધી, દઢ કરી, સંસારના સવ બંધનેને ફગાવી દેવાનું સામર્થ્ય કેળવી શકીશું.
અનન્ય ઉપકારી શ્રી તીર્થકર ભગવંત આ જગતમાં જે કાંઈ સુખ છે, સુખનાં કારણભૂત જે કાંઈ શુભ પ્રવૃત્તિ થઈ રહી છે, તે બધું શ્રી તીર્થંકરદેવને લીધે જ છે. જગતના છે જે કાંઈ સુખ મેળવી રહ્યા છે, તેમાં ઉપકાર શ્રી તીર્થકર ભગવંતને જ છે.
સુખ પુણ્યકર્મના ઉદયથી મળે છે, પુણ્યબંધ શુભ પ્રવૃત્તિથી થાય છે, શુભ આ. ૩૮