________________
પરમ શ્રદ્ધેય શાસ્ત્રો
અધકાર સમાન આ જગતમાં બીજો એક પણ શાપ નથી. સાનાની ડુંગરીએ અને હીરાના ઢગલાએ વચ્ચે પણ આંખ વિનાના માણસને કાંઈ સુખ નથી.
૨૩૩
આંખવાળા માણસને પણ પ્રકાશના અભાવમાં સેાનું અને પિત્તળ, હીરા અને પથ્થર, મેાતી અને કાચ સમાન છે, સેાનાને સેાના તરીકે અને પિત્તળને પિત્તળ તરીકે, માતીને મેાતી તરીકે, હીરાને હીરા તરીકે અને પથ્થરને પથ્થર તરીકે ઓળખાવનાર આંખ, એ પ્રકાશ છે. એના વિના બધું જ અંધારું છે.
અંધકારમાં વસનારને ધેાળું અને કાળું, સારુ અને નરસું, કીમતી અને અકીમતીપણાના વિચાર પ્રકાશની હયાતીમાં જ થઈ શકે છે, તે કારણે પ્રકાશની કિંમત દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે. અને અંધકારનુ કષ્ટ સૌથી વધારે ખરાબ મનાય છે.
અજ્ઞાન પણ એક પ્રકારના અંધકાર જ છે. બાહ્ય અંધકાર કરતાં પણ એ વધારે કષ્ટદાયક છે અને પીડાકારક છે. અજ્ઞાન-અંધકારની હયાતીમાં જીવને બાહ્ય ચક્ષુ મળ્યાં હાય, માહ્ય પ્રકાશ મળ્યા હાય, માહ્ય સુખની સામગ્રી મળી હાય, તે પણ તેનાથી તે પેાતાનું હિત સાધી શકતા નથી, સુખ પામી શકતા નથી.
સુખ, શાન્તિ કે હિતની સાધના માટે બાહ્ય સામગ્રીઓની સાથે, ખાદ્ય પ્રકાશની સાથે, માહ્ય ચક્ષુની સાથે માનવીને જ્ઞાનરૂપી ચક્ષુની જરૂર પડે છે. જ્ઞાનચક્ષુ વિના કરવા લાયક કે નહિ કરવા લાયક કૃત્યેાના વિભાગ થઇ શકતા નથી. તેથી નહિ કરવા લાયક નૃત્યેાને કરીને અને કરવા લાયક કૃત્ય નહિ કરીને જીવ પેાતાનું અહિત સાધે છે. હિત સાધવા માટે બાહ્ય ચક્ષુ કે બાહ્ય પ્રકાશ સહાયક બની શકતા નથી. એ માટે એક જ્ઞાનચક્ષુ જ ઉપકારી બની શકે છે.
એ જ્ઞાનચક્ષુ જેને મળ્યાં નથી, તેઓ એક જ જિંદગીમાં કેટલાં અકથ્ય પાપાને આચરે છે અને પરિણામે કેટલાં અસહ્ય કષ્ટોને સહે છે, તેને વર્તીમાન જગત સમક્ષ આંખ ઉઘાડી રાખીને જોનારા સહેજે સમજી શકે છે.
સભ્યજ્ઞાનના અભાવનું ફળ
લાયક
આજે માણસે નહિ ખાવા લાયક (માંસાદ્રિ)ને ખાતા હાય, નહિ પીવા ( મદ્વિરાદ્ધિ)ને પીતા હોય, નહિ ભાગવવા લાયક (પરદારાદિ)ને ભાગવતા હાય, નહિ માનવા લાયક( કુમતાઢિ)ને માનતા હાય, નહિ આચરવા લાયક( હિંસાદિ )ને આચરતા હાય અને પરિણામે પેાતાનું ભયંકર અહિત સાધતા હોય, તે તે એક સભ્યજ્ઞાનરૂપી આંતરચક્ષુના અભાવનુ' જ ફળ છે, એના ઇન્કાર કાનાથી થઈ શકશે ?
ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, ગમ્યાગમ્ય, કૃત્યાકૃત્ય કે સત્યાસત્ય વિચાર, જે ચક્ષુથી થઇ શકે છે અને જે ચક્ષુ વિના નથી જ થઈ શકતા, તે ચક્ષુની આજે જ જરૂર છે એવું
આ. ૩૦