________________
૨૩૪
આત્મ-ઉત્થાનને પાયે નથી, પણ સર્વ કાળે જરૂર છે. એની જરૂર નથી, એમ જે કઈ કહે છે, તે જીવે અત્યંત સુખદાયી પ્રકાશને જ વિરોધ કરે છે, એમ કહેવામાં લેશમાત્ર પણ ખોટું નથી.
સમ્યજ્ઞાન વિના જેમ ભયાભર્યા, પેથાપેય, ગમ્યાગમ્ય, કૃત્યકૃત્ય કે સત્યાસત્યને ભેદ પડી શકતા નથી, તેમ જીવ-અજીવ, તવ-અતત્વ, હિત-અહિત, ઈત્યાદિને પણ વિવેક થઈ શકતું નથી. અને એ વિવેકના અભાવે જીવનમાં સદાચાર નાશ પામતે જાય છે અને દુરાચાર પ્રવેશ પામતે જાય છે. પરિણામે દુર્ગતિ અને અનર્થોની પરંપરા સિવાય કાંઈ બચત રહેતું નથી. એ બધાથી બચવાને એકનો એક અને સરળમાં સરળ ઉપાય, સમ્યજ્ઞાનને અભ્યાસ અને પ્રસાર છે. સમ્યજ્ઞાન કેને કહેવું?
સમ્યજ્ઞાન કહેવું કોને ? એ સંબંધી આજે ઘણો વિવાદ છે. સહુ કેઈ પોતાને મનગમતી અને પસંદ પડતી વ્યાખ્યાઓ બાંધે છે. જેનું જેમાં હિત અને સ્વાર્થ હોય તે જ એક વ્યાખ્યાને તે સત્ય સાબિત કરવા મથે છે અને તેને જ પ્રચાર કરવા પાછળ તે પોતાની સઘળી શક્તિઓને ઉપયોગ કરે છે.
આપણે તે બધી વ્યાખ્યાઓનું અહીં પ્રયોજન નથી. સમ્યજ્ઞાનની સહેલી અને સરળ વ્યાખ્યા એક જ છે, “જેનાથી પરિણામે હિત સધાય તેવી વસ્તુઓ જણાય તેનું
નામ સમ્યજ્ઞાન”.
પરિણામે હિત સધાય તેવી વસ્તુઓને જાણવા માટેનું એ સાધન, સર્વજ્ઞ પરમાત્માએ પ્રકાશેલાં શાસ્ત્રો સિવાય આજે બીજું એક પણ નથી.
આજે કોઈ સર્વર સ્વામી આ ક્ષેત્રમાં હયાત નથી તે સાચું, પણ તેમણે પ્રકારેલાં શાસ્ત્રો હયાત છે.
“સર્વજ્ઞ પ્રભુએ પ્રકાશેલાં શા પણ આજે હયાત નથી.” એમ જે કંઈ કહેતું હોય, તે તે માનવા લાયક નથી. એમ કહેવાની પાછળ, કહેનારનું અજ્ઞાન અથવા સ્વાર્થ રહેલે હવે જોઈએ.
અનેક જે શાસ્ત્ર વિદ્યમાન છે તેમાં સર્વ ભગવંતે એ કહેલાં શા ક્યા? અને એને ઓળખવાં શી રીતે ?
આ એક ઘણે જ ગૂંચવણમાં નાખનારે પ્રશ્ન છે. પણ જેઓને સમ્યજ્ઞાનનો ખપ છે, તેઓને માટે તેનું સમાધાન કર નથી. સાચાં શ્રદ્ધેય શાસ્ત્રો
જે શા જગત જેવું છે તેને તે સ્વરૂપમાં જણાવે છે અને જે શાસ્ત્રોનું એક પણ વચન પ્રત્યક્ષ જગતથી વિરુદ્ધ જતી એક પણ વાતનું સમર્થન કરતું નથી, તે જ શાસ્ત્રો સર્વજ્ઞ ભગવંતનાં પ્રકાશેલાં (કહેલાં) છે.