________________
૨૬૨
આત્મા ઉત્થાન પાયો
વિભક્તિ ટાળે તે ભક્તિ શાસકારે કે મહાત્માઓના ઉપદેશરૂપી વચને, તે જ લાભ કરનારા બને કે તે દ્વારા જીવાત્મા પરમાત્માના સીધા સંબંધમાં આવતું હોય.
મનુષ્ય પરમાત્માની અંતર્મુખ થઈ જ કરે તો જ અંતે તેને અનુભવ થાય કે પિતે એ પરમાત્માનું સ્વરૂપ છે.
ભક્તિ એ મનની એકાગ્રવૃત્તિ છે. અવિચ્છિન્ન પાનુશક્તિ છે, કે જે સર્વ સુખના નિધાન સ્વરૂપ પરમાત્માને પિતાનું ધ્યેય સમજી-તેમાં તન્મય બને છે. પરમતત્વની સાથે એક થવાને, એકરૂપતા સાધવાનો ઉપાય ભક્તિ છે. ભક્તિથી પરમતત્વરૂપી પરમાત્માની અભિવ્યક્તિ થાય છે.
તમારાથી અત્યંત દૂર રહેલ કેઈ પરમાત્મા માટે ભક્તિ નથી. પણ ભક્તિ તમારા અંતર્યામી માટે છે કે જે તમારું મૂળ સ્વરૂપ છે. ભગવાન તમે પોતે જ છે, વાત્માના મૂળ સ્વરૂપને પ્રગટ કરવા માટે જ ભક્તિ છે. આ હકીકત જાણવી અને સમજવી અને તે દ્વારા પરમ તરવરૂપ પરમાત્મા સાથે પરમ મધુર મિલનને આનંદ અનુભવ-એ માનવજીવનનું અંતિમ ધ્યેય છે.
સાધકમાં એ પરમાત્માને પામવાની ઉત્કટ આતુરતા હોવી જોઈએ. યેયનિષ્ઠ એકાગ્ર સાધના દ્વારા દિકકાળની ઉપર કેવળ સત્વની ભૂમિકાએ સાધકે પહોંચવું જોઈએ, કે જે અનંત છે, નિરવધિ છે, સચ્ચિદાનંદ છે.
વિભક્તિ (અલગતા) ને ટાળે તે ભક્તિ” “આત્માને પરમાત્મ સ્વરૂપ બનાવે તે ભક્તિ. આ કારણે સાધક ભક્તિ પરમાત્માને પોતાના હદય સિંહાસન પર બિરાજમાન કરવા જોઈએ કે જે પરમ પ્રેમ અને પરમાનંદ સ્વરૂપ છે. તેમની સાથે પિતાને સાધી, સર્વભૂત પ્રાણીને એકસરખા ચાહી, તે બધા તમારા હૃદયમાં રહેલ પરમાત્માના જ બહાર પ્રગટેલાં સ્વરૂપ છે, તેમ ગણીને સર્વે સાથે ઉચિત વ્યવહાર કરવાનું છે.
જીવ-જીવ વચ્ચેની ભેદ બુદ્ધિ ટળ્યા સિવાય સાચી ભક્તિ પ્રગટતી નથી. એને ટાળવાને સર્વોત્તમ ઉપાય હદય પરમાત્માને સોંપી દેવું તે છે. તેથી સર્વ છે. સ્વહૃદયી બને છે. સહક બને છે.
ભક્તિ એ મુક્તિની દૂતી છે. એમ સમજી સ્વીકારીને ભગવાનનાં પ્રેમીને તેના ઉપર ભગવાન જેટલો જ પ્રેમ જાગ જોઈએ.