________________
૨૮૬
આત્મ ઉત્થાનને પાયો આત્માને સદા યાદ રાખવા માટે, પરને ભૂલવાને પ્રયત્ન કર જઈએ. પરને યાદ રાખવાનું કાર્ય અણસમજથી થાય છે.
જે વસ્તુ તેના સમયે યાદ આવવાની છે, તેને હમેશાં યાદ રાખવી તેના જેવી કઈ અજ્ઞાનતા નથી.
નકામું યાદ નહિ રાખવાથી કેઈ કામ બગડતું નથી. યાદ રાખવાથી વધારે બગડે છે. કારણ કે તે આધ્યાનરૂપ હોવાથી નવા કર્મોને આશ્રવ કરે છે. જૂના કર્મોની સાથે નવા કર્મોને જોડે છે અને વધુ ખરાબ કરે છે.
માટે મહાપુરુષોએ સદા સ્વધ્યાનમાં રહેવાનો ઉપદેશ કર્યો છે. જેથી તમામ કાર્યો સારાં બને અને પરિણામે મુક્તિ મળે. આ સમજથી મન કાંઈ સ્થિર બને છે. તેને વિશેષ સ્થિર કરવા માટે અનિત્યભાવના વિચારવી જોઈએ. જેથી પર વસ્તુની આસક્તિ આપોઆપ દૂર થઈ જાય, અનિત્યને અવિચાર
અનિત્ય વસ્તુ માટે શોક કરે, અરે, વિચાર સરખો પણ કરે તે બુદ્ધિહીનપણું છે. જે અનિત્ય જ છે, તે નાશ ન પામે તે કેણ નાશ પામે?
અનિત્ય વસ્તુ આવે કે જાય, તેને સમજુ આત્માઓ જરાપણ વજન આપતા નથી, કારણ કે તે અનિત્ય છે. અનિત્ય વસ્તુ પર રાગ રાખવે તે પોતાને જ દુઃખન્ત છે. આ વાત સહેલાઈથી સમજાય તેવી છે. બધાને તેને અનુભવ હોય છે.
જે સત્ય વસ્તુ છે, તેને તે મુજબ માનવી તે સાવ સુગમ છે. આ રીતે યથાર્થ સમજણવાળી બુદ્ધિ થવાથી મને આપોઆપ શાન્ત અને સ્થિર થઈ જાય છે. અને તે જ મન ધ્યાન કરવાને ગ્ય છે.
મનના રાગરૂપી દેષને દૂર કરવા માટે વીતરાગના ધ્યાનરૂપી સાબુ લગાડવાથી મન નિર્મળ થાય છે. જેમ-જેમ મન નિર્મળ થતું જાય છે, તેમ-તેમ આનંદ વધારે ને વધારે અનુભવાય છે પછી મન પરમાં જવા ઈચ્છતું નથી. કર્મના ઉદયે કઈ વખત જાય તે પણ વળીને પાછું સ્વમાં આવે છે.
અજ્ઞાનીનું મન, સ્વમાંથી પરમાં ચાલ્યું જાય છે, જ્યારે જ્ઞાનીનું મન પરમાંથી સ્વમાં આવે છે. જ્યાં આનંદ મળે, ત્યાં મન જાય તે સ્વાભાવિક છે. તેથી સ્વધ્યાન આમ તે પુરુષાર્થ કહેવાય છે, પણ મહેનત-મજૂરી વિનાને, એટલું જ નહિ પણ આનંદ અનુભવવાને પુરુષાર્થ છે. કેવળ સમજ, અણસમજને ખેલ છે. તેમાં કઈ ધાડ મારવાની કે કોઈ કાર્ય કરવાનું છે, એમ નથી.