________________
૨૮૮
આત્મ-ઉત્થાનનો પાયે
ક્રિયાને યોગ્ય જે ગુણે છે, તે કેળવવા પ્રયત્ન કર્યા વિના પ્રગતિ થઈ શકતી નથી. પોતે અનેક અવગુણે અને થી ભરેલો છે, તેને નિર્ણય પ્રથમ થ જોઈએ.
આત્મભાવ વિના જે ધર્મક્રિયા કરાય, તેમાં કારક સ્વતંત્ર આત્મા નથી, પણ કર્મ છે પુણ્યદયથી પ્રાપ્ત થતી ધર્મક્રિયામાં કર્મ કારક છે. આત્મભાવથી થતી ક્રિયામાં આત્મા કારક છે. મુક્તિ-સાધનાની ક્રિયામાં આત્મભાવની મુખ્ય જરૂર છે. તેની સાથે થતી ધર્મક્રિયા એ પણ આત્મભાવની કહેવાય છે. સેના સાથે મળેલું તાંબુ પણ સેનું થઈ જાય છે. એ ન્યાયે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી શ્રી બકલ્યાણમંદિર સ્તોત્ર'ની ૩૮ મી ગાથામાં ફરમાવે છે કે
" आकर्णितोऽपि, महितोऽपि, निरीक्षितोऽपि नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबांधव ! दुःखपात्रं, यस्मात् क्रियाः प्रतिफलंति न भावशून्याः॥
ક્રિયાવિના પણ મુક્તિ પામ્યાના છાને હજુ મળશે, પણ ભાવ વિના કોઈપણ મુકિત પામ્યા નથી, પામતા નથી અને પામશે નહિ. એથી પ્રશ્ન જાગે છે કે, તે પછી એ ભાવ શું ચીજ છે? તે કેવી રીતે પ્રાપ્ત થાય? ભાવ હોય ત્યારે અનુભવ શે થાય? વગેરે હકીકતે બરાબર સમજવી જોઈએ. ભાવ એટલે....!
ક્રિયા ઉપર આદર, ક્રિયાને વેગ કરાવે છે. આદર વિના તથા વિરુદ્ધ ભાવથી કરેલી ક્રિયા દરખને આપનારી છે. ક્રિયાજનિત કલેશને ઉત્પન્ન કરનારી છે.
ક્રિયા કરતાં ભાવ આવશે, એમ એકાંતે માનવું તે પણ બરાબર નથી. ક્રિયા કરતાં પહેલાં, ક્રિયા ઉપર આદર થાય, તેવી સમજણ પ્રાપ્ત કરવી જરૂરી છે. ક્રિયા ઉપરનો આદર સાચી ધર્મભાવના પ્રગટે તે જ જાગે છે. સાચી ધર્મભાવના ધર્મ અને ધર્મ, પરસ્પરના સ્નેહની વૃદ્ધિ કરનાર અને શાસનની ઉન્નતિ કરનાર થાય છે. વીતરાગતાનું દયેય હદયમાં સ્થિર કરીને તે માટે થતી ક્રિયા સાર્થક છે.
આત્મામાં પરમાત્માનું અર્થાત્ પૂર્વ સ્વરૂપનું ધ્યાન તે ધર્મધ્યાન છે. તેમાં જેમજેમ સ્થિરતા વધતી જાય, તેમ-તેમ આનંદ અને અનાસક્તિ વધતાં જાય છે. ફરજનું પાલન તથા કર્મને વિપાકેદય અને તેને ભેગવટે પણ આત્મધ્યાનનું અંગ બને છે.
અનાદિ કાળના અભ્યાસથી અને કર્મના ઉદયથી પર ભગવટે આનંદદાયક લાગે, તે ગમે અર્થાત્ રાગ છે. પણ તે પરિણામે દુઃખદાયી છે–એવી યથાર્થ સમજણથી આ ગમે રાગ દૂર થાય, તેવી અભિલાષાપૂર્વક થતે ભગવટે, રાગ છતાં વિરાગને હેતુ બને છે. કહ્યું છે કે