________________
૨૮૭
પૂર્ણાનંદને પ્રકાશ
હા, જેમનું મન, મુદ્દલ વશમાં નથી, તેમને આ પુરુષાર્થ અત્યંત વસમો પ્રતીત થાય તે બનવાજોગ છે. બાકી સમજેલું મન આપોઆપ સ્વસ્થાને આવી જાય છે. અમુક કિયા, અમુક સ્થાન કે આસન તે માટે જરૂરી છે, એવું નથી. તેથી દરેક સાધકની ક્રિયા, સ્થાન, આસન વગેરે જુદાં-જુદાં હોય છે, કિન્તુ સમજ-જ્ઞાન એક જ હોય છે.
હકીક્તમાં જ્ઞાન એ જરૂરી વસ્તુ છે. જ્ઞાન એ રિયાને, વિરતિને ખેંચી લાવે છે. ક્રિયા, જ્ઞાનવાનની જ ફળ આપે છે. જ્ઞાનથી ક્રિયા શોભે છે. ક્રિયા કરવાને એટલે આદર છે, તેટલે સમજવાનો આદર આવે, તે કામ દીપી ઊઠે.
આત્મા એ જ પિતે છે, એવી યથાર્થ સમજણ બંધાયા પછી શું કરવા જેવું છે? શાથી લાભ છે? તે શીખવવું પડતું નથી. જે કરવા જેવું હોય તે કર્યા સિવાય ૨હી શકાતું નથી. સંગ ન હોય અને ન થાય, તે પણ ઝંખના તેની જ રહે છે. જયાંથી લાભ થતું હોય, ત્યાં દેડ્યા સિવાય કોણ રહે છે? બાઘ–આંતરિક ક્રિયા
આંતરિક ક્રિયા મુખ્ય છે, બાહા યિા ગૌણ છે. બંનેને એગ થાય તે સેનામાં સુગંધ જેવું છે. પણ બાહ્ય ક્રિયાના અભાવમાં આંતરક્રિયા ઊભી રહેતી નથી, એમ નથી.
બાહ્ય ક્રિયા પુજયથી મળે છે. આંતરક્રિયા, સ્વ-સમજણથી-આવરણ ક્ષયથી મળે છે અને અખલિતપણે અનંત કાળ સુધી ચાલ્યા કરે છે.
સાચા સાધકને કઈ ખાસ ક્રિયાને હઠાગ્રહ હેતું નથી, તેને તે જેનાથી રાગદ્વેષ ઓછા થાય, તેનું જ મહત્તવ છે. ક્રિયાના મેહ કરતાં, ક્રિયાને આદર જરૂરી છે. આદર સત્ ક્રિયાને ખેંચી લાવે છે.
ધર્મક્ષિા શુભ કર્મથી પ્રાપ્ત થાય છે. ક્રિયાને ગ્ય ભાવ, આત્માના ઉઘાડથી થાય છે. ધર્મક્રિયા ધર્મી આત્માને માટે આરોગ્યનું સાધન છે, રોગનું નહિ.
પર-રમણતા એ રોગ છે. તેમાંથી છૂટી, સ્વમાં રમવું એ જ આરોગ્ય છે.
સાધન ગમે તે ચાલે, સાથે જરૂરી છે. સાયને ધ્યેયમાં રાખ્યા વિના થતું સાધન એ સાધન જ નથી. ધેય વિનાની સાધના નિરપેક્ષ હેવાથી નિરર્થક છે. કહ્યું છે કે
“સત્ય જ્ઞાનને શૂની ક્રિયા બહુમાં અંતર કે જ,
ઝળહળતે સૂરજને ખજ, તાસ તેજમાં જેતે છે.” પ-૬ ગુણસ્થાનકની ક્રિયા, ક્રિયા ગણાય અને ૧-૪ ગુણસ્થાનકની ક્રિયા, ક્રિયા ન ગણાય એવું નથી. યોગ્યતા મુજબ સાધન ફળદાયી નિવડે છે.
ધર્મક્રિયા અને ધર્મધ્યાન એ બંને વચ્ચેનો તફાવત સમજવા જેવો છે. ધર્મ