________________
પ્રભુભક્તિનું મુખ્ય સૂત્ર
૨૯૧ તેથી આ વિવરણનું મૂલ્ય, ચૈત્યવંદનની ક્રિયા જેઓ નિત્ય કરે છે, તેઓ માટે ઘણું વધી જાય છે અને જેઓ આવી મહાન ક્રિયા કરવા માટે પ્રવૃત્તિ કરતાં નથી, તેઓને તેથી કરવાની પ્રેરણા મળે છે.
ચૈત્યવંદનની આ ક્રિયા આજે પણ શ્રી જેનશાસનમાં હજારે વ્યકિતઓ નિયમિત પણે કરે છે. તેથી આ ક્રિયા જીવંત છે, પરંતુ તે ભાવિત ચિત્તથી થવી જોઈએ. કેવળ કોલાહલરૂપ ન થવી જોઈએ,
ભાવિત ચિત્તથી થતી આ ક્રિયાને જ શાસ્ત્ર સ્વીકારે છે. કેવળ કલાહલરૂપ ક્રિયા શાઅ બાહ્ય ગણાય છે. તેવી ક્રિયા ઉપર વિદ્વાનને આસ્થા ન રહે તે સહજ છે.
આ ક્રિયાના ગર્ભમાં સ્થાનાદિ ગો રહેલા છે, એમ જણાવીને પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ, “તે કેવળ કે લાહલરૂપ છે.” એમ કહેવાને નિષેધ કર્યો છે. અને જે ક્રિયાના ગમમાં સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન રહેતાં હોય, તે ક્રિયા શુભ ચિત્તના લાભનું કારણ છે, એવું સમર્થન કર્યું છે. જિનબિંબ એટલે ચૈત્ય
ચૈત્યવંદનની ક્રિયામાં જે ચેત્યોને વંદન કરવામાં આવે છે, તે શ્રી અરિહતેના બિંબે છે. અને તે બિબેનું નામ “ચૈત્ય” એટલા માટે છે કે તેમને કરેલા વંદનાદિ પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે.
चित्तस्य भावः कर्म वा चैत्यमिति व्युत्पत्तेः । શ્રી અરિહતેના બિબામાં પ્રશસ્ત સમાધિવાળું ચિત્ત ઉત્પન્ન કરવાનું સામર્થ્ય શાથી આવે છે? એ પ્રશ્નનો ઉત્તર, ભાવ અરિહંતનું સ્વરૂપ જાણવાથી મળી રહે છે. ભાવ-અરિહંતનું સ્વરૂપ
ભાવ-અરિહંત” ના સ્વરૂપને જાણવા માટે તેંત્રીસ વિશેષણ આપવામાં આવ્યા છે અને તે પ્રત્યેક વિશેષણ કેટલું અર્થગંભીર છે, તે સમજાવવા માટે પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે અસાધારણ પ્રયાસ કર્યો છે.
આ પ્રયાસના ફળરૂપે આપણને જાણવા મળે છે કે, શ્રી તીર્થકર ભગવંતને સંબંધ ત્રણ લેકની સાથે રહેલો છે.
તેમણે ત્રણે લેકના સમસ્ત જીવોના કલ્યાણની કામના કરેલી છે, તીવ્ર ભાવના ભાવેલી છે. સર્વ જીવોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટે માગ અને તેમાં પ્રતિબંધક કર્મના સમૂળ ક્ષય માટે તીવ્ર તપ તપ્યાં છે, ઉગ્ર સંયમ પાળ્યા છે, ઘેર પરિષહે અને ઉપસર્ગો સહ્યા છે. તદુપરાંત ગુરુકુળવાસમાં વસી શાસ્ત્રોના વિધિપૂર્વક અભ્યાસ કર્યા છે અને તે સમગ્ર સાધનાના પરિણામે વિશુદ્ધ સમ્યગ્દર્શન અને પરહિત ચિંતનને