________________
૨૮
પૂર્ણાનંદને પ્રકાશ
“ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી
કોઈ ન બાંધે છે કર્મ જિનેશ્વર.” ધર્મ એટલે સ્વપૂર્ણ સ્વરૂપ. તે રૂ૫ શ્રી જિનેશ્વરના ચરણ એટલે મરણને, યથાર્થ સમજણને ગ્રહણ કર્યા પછી કોઈ જીવ કર્મ બાંધતું નથી, પણ સતત નિર્જરાભાવમાં ૨મણ કરે છે.
તે માટે પરને હું કર્તા નથી અને પર માત્ર અનિત્ય છે, એ સમજણને સુનિશ્ચિત કરવી પડે છે. તે પછી ધમક્રિયા સ્વક્રિયા બને છે. ક્રિયા કરતી વખતે પણ તે ક્રિયા કરતું નથી, પણ ધર્મ કરે છે.
પણ ક્રિયા કરી શકાતી નથી, પણ કરાવાય છે. જ્યારે ધમ કરાય છે, કરાવાત નથી આટલે તફાવત છે. ધર્મક્રિયા, ધર્મ કરવાનું સાધન છે, પણ ધર્મ નથી. પાપ ક્રિયા પાપ કરવાનું સાધન છે, પણ પાપ નથી. ધર્મી પાપક્રિયામાં નિર્જરા કરે છે, પાપી ધર્મક્રિયામાં પણ બંધ કરે છે.
ધમનું ચિત્ત ક્રિયાને શોધતું નથી, પણ ધર્મનાથના ચરણને શોધે છે.
ક્રિયા કર્મના ઉદયથી થાય છે, ધર્મ સુમતિ વડે થાય છે અને સુમતિ અહં અને મમના ત્યાગથી સધાય છે.
અહં કરોમિ” એવા અહંભાવને ત્યાગ, ભવિતવ્યતાના વિચારથી અને મમ બુદ્ધિ-મમત્વભાવને ત્યાગ અનિત્યતાની ભાવનાથી સધાય છે.
અહ-મમથી મુક્ત થયેલું મન ધર્મનાથ-સિદ્ધ ભગવંતના ચરણમાં રમે છે.
સિદ્ધ ભગવંતે કાલે પ્રકાશક જ્ઞાનવાળા હોવાથી લકસ્વરૂપ જેવી આકૃતિવાળાં હેાય છે.
ચૌદ રાજલોકની ચારે બાજુ અલેક છે અને અલેકમાં પણ સિદ્ધ ભગવંતનો જ્ઞાન પ્રકાશ વ્યાપ્ત હોવાથી, તે પ્રકાશ સંપૂર્ણ મંડલ જેવો લાગે છે.
અલક મંડલયુક્ત જ્ઞાન દ્વારા કાલકસ્વરૂપ સિદ્ધ ભગવંતરૂપી ધર્મનાથના ચરણમાં નિજ આત્મા નમસ્કાર કરતે અનુભવાય ત્યારે, જાણે વામન-વિરાટનું મિલન થતું હોય તેમ જણાય છે. ભક્તિના પ્રકર્ષથી તથા સિદ્ધ ભગવંતરૂપ વિરાટના અનુગ્રહથી વામન પતે વિરાટ સ્વરૂપને પામે છે.
સિદ્ધ ભગવંતના અનુગ્રહની આ શક્તિ ઉપર જ્યારે યથાર્થ શ્રદ્ધા જાગે છે, ત્યારે તે કર્મનિજ રાનું પ્રધાન કારણ બને છે. કર્મથી મુક્ત થવામાં સિદ્ધ ભગવંતને અનુગ્રહ એ પ્રધાનકારણ છે અને એ જ મુક્તિનો માર્ગ છે. ૩૭