________________
૨૮૪
આત્મ ઉત્થાનને પાયે જીવ પ્રત્યે દ્વેષભાવ અને પુલ પ્રત્યે રાગભાવ હોય ત્યાં સમ્યક્ત્વ પ્રગટી જ કયાંથી શકે? આત્માને માટે સૂવા-બેસવાનું સ્થાન, સમભાવ સમાન અન્ય કઈ છે નહિ, સમદષ્ટિ, સમતાભાવ, વીતરાગભાવ એકાથક છે.
જીવને ભૂલે, તે ભાવમાં ડૂબે, અને મિથ્યાત્વમાં મરે જીવને ઓળખે તે ભવ તરે, અને સમ્યક્ત્વ સ્પશે; તેથી જીવન હાલ થઈ જાય, બેડે પાર થઈ જાય.
પૂર્ણાનંદનો પ્રકાશ સંપૂર્વ-મંડર-રારાં-છા-જાવ, શુભ ગુણાત્રિભુવન તક સંપત્તિ ये संश्रितानिजगदीश्वर ! नाथमेकं, कस्तान्निवारयति संचरतो यथेष्टम् ।
-श्री भक्तामरस्तोत्र लोक १४. સંપૂર્ણ ચન્દ્રની સમગ્ર કલાના નિધાન! આપના શુભ ગુણ ત્રણ ભુવનને ઉલંઘન કરી ગયા છે. કાલેકમાં પ્રસરી ગયા છે. વૈદ રાજલોકમાં (ગુણરૂપે) સર્વત્ર આપે છે, સર્વત્ર આપની હાજરી છે. તેથી ત્રણ જગતના ઈશ એવા, આપને જ જેઓ આશ્રય લે છે, તેઓને પોતાની સંપૂર્ણતાની પ્રતીતિ થવાથી આપની જેમ પૂર્ણ થવાને પુરુષાર્થ પ્રગટે છે. પિતાની પૂર્ણતા પ્રત્યક્ષ થાય છે. તેથી તે પૂર્ણતા પર પૂજ્યભાવ પ્રગટે છે, પૂર્ણતા હૃદયમાં સ્થિર થાય છે. તેને મુક્તિમાં જતાં, મેક્ષ પામતાં કેણ અટકાવી શકે છે? અર્થાત્ આપને આશ્રય એ જ મુકિતને માર્ગ છે.
અર્થાતુ પરમાત્મા જેના લયમાં છે, તેને બધું મુખ્ય છે. નિરર્થક-સાર્થકની બધી સમજ તેને પ્રાપ્ત થાય છે. તેથી તેની ચેતના નિરર્થકથી મુક્ત બની સાર્થકમાં જ એકાકાર થાય છે. અંતરમાં આત્માને પરમાત્માનું મિલન થાય, પરમાત્માની સાથે એકાકારતા થાય, તે જ યિા અને તે જ ધ્યાન ચાલુ રહે છે. તે જ કશ્વા લાયક અને તે જ ધ્યાન રાખવા લાયક લાગે છે. જેને આ નિશ્ચયની જાણ છે, તેને જ વ્યવહાર પ્રધાન છે.
દ્રોણાચાર્યે ૧૦૫ કૌરવ-પાંડને લાઈનમાં ઊભા રાખી, લય વધવા માટે પૂછ્યું કે-તમને સામે શું દેખાય છે? એક અર્જુન સિવાય બધાએ કહ્યું કે, બધું દેખાય છે. માત્ર અર્જુને જણાવ્યું કે, લક્ષ્ય સિવાય કશું દેખાતું નથી ગુરુએ તેને આજ્ઞા કરી અને તેણે લય વધ્યું. ' અર્થાત જ્યાં સુધી બીજું બધું દેખાતું બંધ ન થાય અને લય પરમાત્મા સિવાયની તમામ વસ્તુઓમાંથી નીકળી ન જાય, ત્યાં સુધી મનની આંખ પરમાત્મારૂપી લક્ષ્યમાં પરોવાતી નથી, પરમાત્માનાં દર્શન થતાં નથી.