________________
આત્મ ઉત્થાનને પાયે શ્રી અરિહંતનું સ્વરૂપ ખંડાગમના પાંચમા વર્ગ ખંડમાં, ચોથા અનુગ દ્વારમાં, ૨૬માં સૂત્રની વ્યાખ્યામાં, યેય અરિહંતનું સ્વરૂપ છે. તેમાં કેટલાક વિશેષણે નીચે પ્રમાણે છે.
तो रागवजियो वि सेवयजणकप्परुक्खो ॥१।। (રાગરહિત હોવા છતાં સેવક જન માટે કલ્પવૃક્ષ તુલ્ય.) रोसवज्जियो वि सग-समय-परम्मुह-जीवाणं यंतो नमो ॥२॥
(દ્વેષ રહિત હોવા છતાં પણ સ્વ-સમય-આત્મ-ધર્મથી પરાગમુખ છે માટે કૃતાંત સમાન.) सब्बलक्खण-संपूण्ण-दप्पण-सक्कंत-माणुस-छायागारो सतो वि सयल माणुस पहाण
સુરિનો રૂા. (પણમાં સંતાન્ત સવ લક્ષણ સંપૂર્ણ એવી મનુષ્યની છાયા જેવા આકારવાળા હેવા છતાં પણ, સર્વ મનુષ્ય-વભાવથી રહિત–પર, શ્રી અરિહંતના આત્મદ્રવ્ય ઉપર કેઈને પણ પ્રભાવ પડે નહિ. કેમ કે તે શગ, દ્વેષ અને મેહથી પર છે.)
છેલ્લા વિશેષમાંથી એ તારવી શકાય કે, વીતરાગ અવસ્થા પૂર્વે, આત્મા મનુષ્ય લેકના ભાવેની અસર નીચે હોય છે. વીતરાગ, લેક પ્રભાવની અસરથી ઉત્તીર્ણ છે. માટે તેમનું આત્મદ્રવ્ય સંપૂર્ણ લેક ઉપર અસર કરે છે. એથી તે કાર્ય માત્રનું પરમ કારણ છે. પાંચ સમવાય ઉપર પણ તેમનું પ્રભુત્વ છે.
પ્રથમ બે વિશેષણ કહે છે કે, રાગ-એ સર્વ અનુગ્રાહક શક્તિમાં અને દ્વેષ એ સવ નિગ્રાહક શક્તિમાં પ્રતિબંધક છે. રાગ-દ્વેષ વિલીન થતાં જ આત્માની સર્વાનુબ્રાહક અને સર્વ નિગ્રાહક શક્તિ સંપૂર્ણપણે આવિર્ભાવ પામે છે.
કરૂણાને સ્થાયી ભાવ અનુગ્રહ છે અને ઉપેક્ષાને સ્થાયી ભાવ નિગ્રહ છે.
વીતરાગતાની અચિત્ય શક્તિને બિરદાવતાં આ વિશેષણે આપણામાં વીતરાગભક્તિ જગાડીને, રાગ-દ્વેષને ભગાડનારા બનીએ. શ્રી અરિહંત ભગવંતે કેવા છે.
૩૪ અતિશય સહિત, ૩૫ વાણીગુણ પરિલિત, ૧૮ દેષથી અદ્રષિત, ૮ પ્રાતિહાર્ય સહિત, ત્રણ ગઢ યુક્ત સમવસરણે બિરાજમાન, બાર પર્ષદાથી ભિત.
અનંત બળ, અનંતગુણ, અનંતજ્ઞાન, પુરુષમાં ઉત્તમ એવા જિનનું નામ તે નામ અરિહંત.