________________
વીતરાગનુ સામર્થ્ય
અનુગ્રાહક શક્તિ કરૂણાની સૂચક છે. નિગ્રાહક શક્તિ માસ્થ્યની સૂચક છે. અનુગ્રહ કરનાર હોવાથી અનંત કરૂણા અને નિગ્રહ કરનાર હોવાથી પરમ માધ્યસ્થ પ્રભુમાં સિદ્ધ થાય છે.
૨૦૧
વીતરાગ અવસ્થા પૂર્વે આત્મા મનુષ્યલેાકના ભાવાની અસર નીચે હોય છે. વીતરાગ બનેલા આત્મદ્રવ્ય ઉપર કોઈના પણ પ્રભાવ પડતા નથી. વીતરાગ પાતે લાક–પ્રભાવથી ઉત્તીણ હાવાના કારણે જ તેમનું આત્મદ્રવ્ય સંપૂર્ણ લેાક ઉપર અસર કરે છે. અને તેથી જ તે પાંચ સમવાયનું પણ કારણ છે.
પ્રથમનાં એ વિશેષણેા કહે છે કે શગ એ સવ અનુગ્રાહક શક્તિમાં અને દ્વેષ એ સવ નિગ્રાહક શક્તિમાં પ્રતિબધ છે. રાગ-દ્વેષ વિલીન થતાં જ આત્માની સર્વાનુગ્રાહક અને સવ་નિગ્રાહક એવી એ શક્તિ સપૂર્ણ આવિર્ભૂત થાય છે. કરૂણાના સ્થાયીભાવ અનુગ્રહ છે. અને ઉપેક્ષાના સ્થાયીભાવ નિગ્રહ છે.
જો વીતરાગમાં સનિગ્રાહક શક્તિ ન માનવામાં આવે, તે લેાકમાં પાપની કાઈ સીમા જ ન રહે અને સ`પૂર્ણ લોક નાશ પામી જાય. નિગ્રાહક શક્તિ પાપીઓના હિત માટે છે. અનુગ્રાહક શક્તિ, પુણ્ય કરનારા જીવાના હિત માટે છે.
પરમ મિત્ર પરમ મધુ
મિત્ર સાચેા તે છે કે જે, પરમ હિતેષી હાય. હિતેષી સાચા તે છે કે જે હિત કરે.
પરમાત્માનું' નામ ગ્રહણ કરતાં જ જીવનુ' હિત થાય છે. તેથી પરમાત્મા પરમ હિતેષી સિદ્ધ થાય છે.
તેઓ નામ દ્વારા, સ્થાપના દ્વારા જીવનું હિત કરે છે.
ક્ષણેક્ષણ મલિન અંતઃકરણને શુદ્ધ કરનાર અને પાપ વાસનારૂપી દુર્ગંધ અને અશુચિને દૂર કરનાર પરમાત્માનું નામ પરમ મિત્ર છે. એવુ ન સમજાય તે તે મિત્રને તેના સાચા અર્થમાં સમજ્યું કેમ કહેવાય ?
ચક્રભ્રમણ દ્વારા દંડ ઘટમાં (ઘડાના સર્જનમા) કારણ છે, તેની જેમ નામ ગ્રહણ આદિ દ્વારા પરમાત્મા પાતે જીવના હિતમાં કારણ છે. કારણ કે તથાપ્રકારના તેમના સ્વભાવ છે. તેથી તેઓ પરમ મિત્ર, પરમ બધુ છે.
૩
જે હિત પરમાત્મા દ્વારા થાય છે, તેવું હિત અન્ય કશા વડે નથી જ થતું. તેથી પરમાત્મા જીવના પરમ હિતૈષી, પરમ મિત્ર, પરમ મંધુ અને પરમ ઉપકારી છે, એમ સિદ્ધ થાય છે.’
R