________________
૨૮૦
આત્મ ઉત્થાનને પાયો નાશવંત પદાર્થોની માગણી એ પ્રાર્થના રૂપ નથી પણ વાસના રૂપ છે. જે ઘડીથી જીવાત્મા ક્ષણિક વસ્તુથી વિરમે છે અને નિત્ય વસ્તુને ઝંખે છે, તે ઘડીથી જ સાચી પ્રાર્થના શરૂ થાય છે, દિવ્ય પ્રાર્થનાને એ સનાતન પ્રવાહ શ્રી તીર્થંકર પરમાત્માના શાશ્વત પ્રભાવે વહેતે જ હોય છે. સાધુ, સંત અને ભકત આત્માઓ સા નિષ્કામ પ્રાર્થના કરતા જ હોય છે.
આ પ્રાર્થનાના સ્વીકાર રૂપે જ જાણે માનવને પૃથ્વી, પાણી, પવન, વહા, સૂર્ય, ચંદ્ર અને મેઘ આદિ સમસ્ત પ્રકૃતિ નિર્વ્યાજ સહાય કરી રહી હોય એમ શું નથી અનુભવાતુ?
ચિત્ત ચૈતન્યની દિવ્ય એકતા એ આત્માનું રસાયણ છે, તે માટેની પ્રાર્થના જેએના હૃદયમાં જાગે છે, તેઓ નિશંક-નિર્ભીક અને નિર્વિકલ્પ બની જાય છે. આવી દિવ્ય પ્રાર્થનાનું તાત્કાળ ફળ એકાંત હદયશુદ્ધિ છે.
શુદ્ધ હૃદયમાં હદયેશ્વર હસું હસું થાય છે અને તેના પ્રભાવે રાગ, દ્વેષ, માયા, કપટ વિષય વિકાર આદિ નાબૂદ થાય છે તેનાથી પરમાત્મ શાસન પ્રતિ અવિહડ પ્રીતિ ભક્તિ જાગે છે, સર્વ શુભનું સ્વામિત્વ પરમાત્માને સમર્પિત કરવાની સદ્દબુદ્ધિ પ્રગટ થાય છે.
ભગવદ્ભાવ એટલે પરમેશ્વર્યભાવ, આ ભાવમાં સતત ભરતી પરમેશ્વર શ્રી અરિહંતને ભજવાથી આવે છે અને તેના પ્રભાવે સ્વગપવર્ગના સુખ મળે છે. આમ શ્રી અરિહંત એ જ તત્ત્વતઃ જીવમાત્રની સઘળી રિદ્ધિસિદ્ધિના સ્વામી કરે છે.
વીતરાગનું સામર્થ્ય ભગવાન તેષ રહિત છે. માટે સેવકને સંતે છે. ભગવાન શેષ રહિત છે, માટે તેમની ઉપેક્ષા કરનાર નિગહ પામે છે.
ભગવાન મેહ રહિત છે, માટે જગત તેમના જ્ઞાનમાં સંક્રમિત થાય છે. અને તે મુજબ જગતની વ્યવસ્થા ચાલે છે.
મહરહિત પુરૂષના જ્ઞાન મુજબ વિશ્વનું વર્તન થાય છે. વિશ્વ અને તેના સંચાલન ઉપર પ્રભુત્વ મેહરહિત પુરૂષના જ્ઞાનનું છે. પાંચ સમવાય પ્રભુના જ્ઞાનને આધીન થઈને વતે છે.
પ્રભુ જન્મ, જરા, મરણરહિત હોવાથી તેમના સેવકને જન્મ, જરા, મરણ રહિત બનાવે છે.
આત્માની અનુગ્રાહક શક્તિ જાગરૂપ દેષથી અને નિગ્રાહક શક્તિ શ્રેષરૂપી થી કુંઠિત થાય છે.
રાગ-દ્વેષ ચાલ્યા ગયા પછી આત્માની સ્વભાવ સિદ્ધ અનુગ્રહ-નિગ્રહકારક શક્તિ આવિર્ભાવ પામે છે.