________________
૨૭૮
આત્મ-ઉત્યાનનો પાયો અહિંસા વડે પાપનિવૃત્તિ, સંયમ વડે દાખ નિવૃત્તિ અને તપ વડે કર્મનિવૃત્તિ થાય છે. તેથી સર્વે મહાપુરુષે સર્વ છે પાપરહિત, દુઃખરહિત અને કર્મરહિત બને, અને તે માટે અહિંસા, સંયમ અને તપના આરાધક બને. એવી ભાવના નિરંતર કરે છે. તે ભાવનાનું નામ મૈત્રીભાવના છે. અર્થાત્ સંતપુરુષના હૃદયમાં સર્વે જીવે માટે પ્રેમ છે, તે પ્રેમની અભિવ્યકિત સર્વે જ પાપરહિત, ખરહિત અને કર્મ રહિત બને એવી ભાવનામાં છે.
પાપનું મૂળ હિંસા, દુઃખનું મૂળ અસંયમ અને કર્મનું મૂળ અસહનશીલતા છે. માટે દુખને સહન કરનારા, સુખને ત્યાગ કરનારા અને ધર્મનું સેવન કરનારા સર્વે જ બને! એવી ભાવના ધર્મના મૂળમાં છે.
એ ભાવનાને સફળ કરવા માટે એના સ્વામી એવા શ્રી અરિહંત પરમાત્માની ઉત્તમ ભક્તિ અનિવાર્ય છે. તેમના નામ-રૂપગુણમાં રમણતા અનિવાર્ય છે. ઉત્તમ ગુણના આધારરૂપ તેમના શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન-સ્મરણ-પૂજનાદિ કરવાથી ચિત્ત તન્મય બને છે. પરમાત્માનું ધ્યાન કર્તવ્ય
માટે નવપદાત્મક પરમાત્માનું સ્મરણ-મનન-ધ્યાન એજ આ માનવભવનું પ્રથમ અને ઉત્કૃષ્ટ કર્તવ્ય મનાયું છે.
ભક્તિયોગ જીવન સાથે સીધે સંબંધ ધરાવે છે, તે કારણે આ ત્થાન માટે સહજ અને સરળ સાધન ગણાય છે.
ભકિતનું મૂળ બુદ્ધિથી પર એવી શ્રદ્ધામાં રહેલું છે. તેમ છતાં ભકિતમાં વિવેકને પણ સ્થાન છે જ, જેમ શ્રદ્ધા વધુ તેમ ભકિત વધુ. અસીમ શ્રદ્ધાને નાસ્તિકે “આંધળી શ્રદ્ધા કહે છે. “આંધળી શ્રદ્ધા” એ અવગુણ નથી, જે તે ઈશ્વર કે સદ્દગુરુ વિષયક હોય.
પ્રેરણા કે વિવેકબળથી શ્રદ્ધાના કેન્દ્રને પસંદ કર્યા પછી તેમાં શંકા-આશંકાને પ્રવેશ કરવા દે તે અવગુણ છે. એક રાઈના દાણા જેટલી પણ અસીમ અને ઊંડી શ્રદ્ધા પર્વતને ખસેડી શકશે. આવી શ્રદ્ધાના બળે સમુદ્રલંઘન થઈ શકે છે અને પાણી પણ ઔષધ બની શકે છે.
ભકિત, શ્રદ્ધા કે દયા વિનાની વ્યક્તિ, મનુષ્ય નહિ પણ અસુર છે. કોઈપણ બુદ્ધિજીવી એ નહિ નીકળે કે તેને કઈને કઈ વ્યક્તિ કે વિષય પર વિશ્વાસ કે શ્રદ્ધાથી ચાલવું પડતું નહિ હોય.
હું બીજા કેઈન નહિ, પણ મારા માતા-પિતાને કાયદેસર પુત્ર છું-એ વિશ્વાસથી જ માનવું પડે છે. કારણ કે પુત્રને પિતા કોણ છે, તે માતા સિવાય કઈ જાણતું નથી.