________________
૨૭૭
સ્મરણ-મનન ધ્યાન કરવાથી જીવ–શિવનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સ`બંધ થતા નથી. ધ્યાન માટે શરૂઆત સ્મરણુથી થાય છે. પ્રભુનું વિસ્મરણ અતિવસમું લાગે ત્યારે ધ્યાનની ભૂમિકા તૈયાર થાય છે
પરમાત્મભકિત
એકાન્તમાં શાંત ચિત્તે, જો એટલું જાણવાના પ્રયત્ન કરવામાં આવે કે, મારા મનમાં કાણુ છે, કાનુ ધ્યાન છે, તેા તરત જ ખ્યાલ આવી જાય છે. વ્યક્તિ જે વસ્તુની ગ્રાહક હાય છે તેવી જાતના ઘાટ તેના મનના ઘડાય છે અને તેવું તેનું જીવન અને છે.
પ્રભુનું અત્રન મંગળમય છે, એવા જીવનની ભૂખ મનને લગાડવા માટેના પ્રાર’ભ પ્રભુ સ્મરણથી થાય છે. પ્રકૃષ્ટ ભાવમાં રમણુતા કરવાથી જીવન મગળમય બને છે. પ્રકૃષ્ટભાવ એટલે સમંગળકારી ભાવ-બધા જીવાના પરમ કલ્યાણના ભાવ. આ ભાવને ભાવક્રયા પણ કહે છે, પરમ વાત્સલ્ય પણ કહે છે અથવા વિશુદ્ધ સ્નેહ પરિણામ પણ કહે છે. પૂર્ણના સ્મરણ-મનન અને યાનના બળ વડે જ અપૂર્ણાંના સંગ છૂટે છે. પરમાત્માની પ્રધાનતા
રાજાના શસ્ત્રથી યુદ્ધ જીતનાશ સુભટા રાજના પ્રભાવે જ જીત્યા એમ ગણાય છે. સુભટાએ યુદ્ધ જીતું, એમ કહેવાને બદલે રાનએ યુદ્ધ જીત્યું, એમ કહેવાય છે. તેમ શ્રી તીર્થંકર પરમાત્માના સ્મરણુ, પૂજન, સ્તવન, ધ્યાન, આજ્ઞાપાલન આદિ વડે બેાષિ, સમાધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓએ, શ્રી તીર્થંકર પરમાત્માના પ્રભાવે જ તે પ્રાસ કરેલ છે, એમ માનવું જોઈ એ.
શ્રી તીર્થંકર પરમાત્માના ઉપકારક પ્રભાવને ગૌણ કરે તેવા વિચાર કે શબ્દ, આરાધકની આરાધનાને નિપ્રાણ મનાવે છે.
આરાધનાના કેન્દ્રમાં શ્રી તીર્થંકર પરમાત્મા જ રહેવાં જોઈ એ. તેઓશ્રીની ઉત્કૃષ્ટ ભાવના તેમ જ આજ્ઞા જ રહેવી જોઈએ. મિથ્યા અહંકારના અપહારને આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે. અનંત ઉપકારી શ્રી તીથર પરમાત્માને આગળ રાખીને પ્રત્યેક કદમ ભરવામાં જ આપણુ કલ્યાણ છે.
'
પરમાત્મ ભક્તિ
પરમાત્માનું ધ્યાન તેમની આજ્ઞાપાલન દ્વારા, તેમના ગુણચિંતન દ્વારા, તેમના નામ-રૂપ દ્વારા થઈ શકે છે.
આત્મધ્યાન માટે નવપદાત્મક પરમાત્માનું આલખન અનિવાયૅ છે. તે આલંબન તેમના નામ, રૂપ અને ગુણચિંતનમાં એકાગ્રતા દ્વારા સધાય છે. નામ, રૂપ અને ગુણચિંતન માટે જે નિર્મળતા જોઈએ, તે અહિંસા, સૌંયમ અને તપના અનુષ્ઠાન વડે પ્રાપ્ય છે.