________________
પ્રભુ સ્મરણ
૨૭૫ ઈશ્વરને ન માનનારને મના પિતાને અહં જ ઈશ્વરનું સ્થાન લે છે. સર્વ સમર્થનું શરણું લીધા વિના અહં કદી ટળતે નથી.
ઈશ્વર સર્વસમર્થ છે. અચિત્યશકિતયુક્ત છે. જગન્નિયંતા છે, સર્વવ્યાપી અને નિરાકાર છે, તેને જન્મ નથી, મરણ નથી, કેઈએ તેનું નિર્માણ કર્યું નથી, તે તે છે, છે અને છેજ.
મૂર્તિને પૂજનારા, મૂર્તિમાં સર્વવ્યાપી ઈશ્વરને જ પૂજે છે. ઈશ્વર સર્વવ્યાપી હેઈ બધે ય છે અને બધામાંય છે. તત્ત્વતઃ તે એક શક્તિ છે. શુદ્ધ ચૈતન્ય છે.
વીજળી એક શક્તિ છે, પણ તેને ઉપગ બધાને મળતું નથી, તેમ ઈશ્વર અને તેના નામને લાભ બધાને નહિ, પણ સદાચારી, શ્રદ્ધાવાન અને ભકત હદયને જ મળે છે.
ઈશ્વરની અદય અને અગમ્ય સત્તા અંગે માણસને પૂરેપૂરી શ્રદ્ધા બેસે છે, ત્યારે તેની સાતે ધાતુઓનું રૂપાંતર થાય છે. તેથી ઈશ્વરનું નામ એ બ્રહ્મચર્યની દશમી વાડ છે. નવવાઓ કરતાં પણ અપેક્ષાએ તેનું સામર્થ્ય અધિક છે.
ભગવાનનું નામ એ પિથીમાંનું રીંગાણું નથી, પણ અનુભવની પ્રસાદી છે. તેને પિપટ સવભાવથી નહિ, પણ માનવ સ્વભાવથી લેવું જોઈએ.
પ્રભુ અનાદિ અનંત, નિરંજન, નિરાકાર છે. તે પણ તેમનું નામ રક્ષા કરે છે. ઈશ્વરનો ડર જે રાખે છે, તેને બીજા કોઈનો ડર રહેતું નથી.
પ્રાણીમાત્રમાં વાસ કરીને રહેવું અને સર્વ વ્યાધિઓને અવશ્યમેવ હરનારું જે તવ છે, તેને જ ઈશ્વરના નામથી ઓળખવા, ઓળખાવવામાં આવે છે. આત્માના ઊંડાણમાથી જ્યારે તે નામ લેવામાં આવે છે, ત્યારે તે પોતાની શક્તિને પરિચય અથૉત્ પ્રભાવ અવશ્ય દર્શાવે છે.
આત્માના ઊંડાણમાંથી એટલે નાભિમાંથી, ભીતરની પણ ભીતરમાંથી, જેમાં વ્યક્તિની સમગ્રતાને પૂરેપૂરો સમાપ હોય છે, એક અંશ પણ તેમાંથી બાકાત રહેતે નથી. આ જપ અવશ્યમેવ શીઘ્ર ફળે છે.
પ્રભુ સ્મરણ ભગવાન જ્ઞાનગુણ અને કરુણગુણથી સર્વત્ર હાજર છે. કરૂણાથી મેહક્ષય અને મેહક્ષયથી કેવળજ્ઞાન થાય છે. તેથી કેવળજ્ઞાન કરૂણાયુક્ત જ્ઞાન છે. તે જ્ઞાન વડે પ્રભુ પ્રતિક્ષણ સર્વને જોઈ રહ્યા છે. તેમની કરૂણ પાપ અને દુઃખમાંથી ઉદ્ધરવા ઉદ્યસી રહી છે.
સર્વથી અધિક પ્રેમ અને જ્ઞાન વડે વિશ્વને નિરખી રહેલ ભગવાનને નિરખવા માટે મોહ-મમતાને આધીન એવા સંસારી જીવને એક ક્ષણવાર પણ કુરસદ મળતી નથી. એ મહામહને પ્રભાવ છે.