________________
૨૭૬
આત્મ-ઉત્થાનનો પાયો પિતાના ઉપર પ્રેમ નથી અને છે તે સ્વાર્થમય છે, તેને જોવા માટે જીવને ચાર આંખ છે અને જેને આપણા સૌના ઉપર અપાર પ્રેમ છે. જે આપણને સૌને પ્રતિપળે જોઈ રહ્યા છે તે પ્રભુ તરફ ઉપેક્ષા બુદ્ધિ છે, અનાદર ભાવ છે, પ્રમાદ અને બેદરકારી છે. તેથી જીવનો ઉદ્ધાર કઈ રીતે શક્ય છે?
પ્રભુને ક્ષણભર માટે પણ જે ન ભૂલે તેને જ ઉદ્ધાર શક્ય છે. આખા વિશ્વને ભૂલી જાય પણ એક પ્રભુને ન ભૂલે તેનું કલ્યાણ નિશ્ચિત છે. એક પ્રભુને ભૂલીને આખા વિશ્વનું સ્મરણ કરે તે પણ તે નિષ્ફળ છે, વ્યર્થ છે, સંકલેશ વધારનાર છે. પ્રભુનું
મરણ સંકલેશને શમાવનાર છે માટે ઉપયોગી, ઉપકારી અને સાર્થક છે. આ વાતને ઊંડામાં ઊંડે વિચાર કરીને પ્રભુને જીવનમાં સર્વોચ્ચ સ્થાન તેમજ માન આપવાં જોઈએ.
સંગો ભલેને સાવ પ્રતિકૂળ હોય પણ જે તે સમયે પ્રભુ મારી સાથે છે, મારી પાસે છે, સાવ પાસે છે, શ્વાસ કરતાં પણ વધુ નજીક છે, એ સચોટ અનુભવ કરી શકીએ, તે એ સગોની રેખા બદલાઈ જાય. આ અનુભવ ત્યારે જ શકય બને
જ્યારે દિનરાત પ્રભુના સ્મરણમાં લયલીન હેઈએ, એમાં ન થાક લાગે, ન કંટાળો લાગે. થાક, કંટાળે લાગે તે માનવું કે આપણે પ્રભુને ભજવા જેટલી લાયકાત હજુ ખીલવી શક્યા નથી. ભવની ભૂલભૂલામણીમાં પ્રભુનું સતત સ્મરણ એ તે ઝળહળતે દીપક છે, એ દીપક કે જેને કાળની કુંક પણ બુઝવી શકતી નથી. પ્રભુ સાથે મનનું જોડાણ | મન પ્રભુ સાથે મિત્રી કરે ત્યારે સુખી થાય છે અને વિખુટું પડે ત્યારે દુઃખી થાય છે. પ્રભુના નામમાં નિષ્ઠા ન હેવી તે મોટામાં મોટું પાપ છે. પ્રભુનું સ્મરણ કરનારના જીવનમાં પ્રભુતા પ્રગટે છે, તેથી તે પાપભાવથી મુક્ત થાય છે. પ્રભુના ચરણમાં મનને નિવાસ કરવો એ પણ એક પ્રકારને ઉપવાસ છે. ઉપ એટલે સમીપે વાસ એટલે વસવું. અર્થાત્ મનનું પ્રભુ સમીપે વસવું તે ઉપવાસ છે.
આત્માને ધર્મ પ્રભુ સન્મુખ થવું તે છે. જેનું આચરણ મંગળમય છે, તેનું મનનચિંતન કરવું તે મંગળાચરણ છે, મંગળમય આચરણ છે, તેનું ધ્યાન કરવાથી, તેને વંદન કરવાથી તેનું સ્મરણ કરવાથી મંગળ થાય છે.
પ્રભુના ચિંતન ધ્યાનથી પ્રભુની શક્તિ મનુષ્યમાં આવે છે. ક્રિયામાં અમંગળપણું કામથી આવે છે, નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે, ભગવાન પૂર્ણ નિઝામ છે, તેથી તેમના ધ્યાન મરણથી નિષ્કામ બનાય છે. સંસારના ચિતનથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વર ચિંતન નહિ કરે ત્યાં સુધી નહિ સુધરે.