________________
૨૭
સાચા સ્વામી પિતા પોતે પણ પોતાના સંતાનોને પોતાના માને છે, તેમાં પણ વિશ્વાસ અને શ્રદ્ધા જ મુખ્યત્વે કારણભૂત છે.
આમ જીવનમાં ડગલે ને પગલે વિશ્વાસ અને શ્રદ્ધા વિના ચાલતું નથી. તે પછી ઈશ્વરના સાક્ષાત્ દર્શન કરનાર વેગીના અનુભવના આધાર પર પ્રગટેલાં વચને ઉપર વિશ્વાસ મૂકીને વેગમાર્ગે ચાલનારને પ્રભુપ્રાપ્તિ કેમ ન થાય? અર્થાત્ અવશ્ય પ્રાપ્ત થાય.
શ્રદ્ધા જ્યારે સંશય વિનાની બને છે, ત્યારે જ તે નિર્વિકલ્પ સમાધિનું કારણ બની શકે છે. આવી શ્રદ્ધાનું સામર્થ્ય શબ્દાતીત છે.
સાચા '
પિતાનું ઘર, શરીર, સ્વજન અને ધન એ બધું તત્વતઃ પિતાનું નથી. પણ પુણ્ય કર્મનું છે. તે બધાને તાવિક માલિક પુણ્યકર્મ છે અને પુણ્યકર્મના માલિક શ્રી તીર્થંકર પરમાત્મા છે.
પુણ્ય ઉપાર્જન કરવાને કોઈ પણ પ્રકાર તીર્થંકર નામ કર્મ રૂપી પરમપ્રકૃતિના વિપાકોદયથી સ્થપાયેલ ધર્મતીર્થના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે, તેથી પુણ્ય માત્રના માલિક તીર્થના સ્થાપક શ્રી તીર્થંકર પરમાત્મા છે. કેમકે તીર્થંકર નામકર્મની પુણ્ય પ્રકૃતિને વિપાકેદય ભેગવનાર તેઓ જ છે. તેમની એક નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે તે જ જીવને પિતાનું સાચું ઘર (મોક્ષ) સાચું શરીર (આત્મા,) સાચું ધન (કેવળજ્ઞાન) અને સાચા સ્વજન (તેમના માર્ગે ચાલનાર ચતુવિધ શ્રી સંઘ)ની પ્રાપ્તિ થાય છે.
તીર્થ એ તીર્થંકર પરમાત્માનો પરિવાર છે, તેની રક્ષા માટે, વૃદ્ધિ માટે, જે કાંઈ પ્રયત્ન થાય છે, તેનાથી પિતાના ધન, દેહ વગેરેની રક્ષા થાય છે. તેથી સાચા સ્વામીની સેવામાં જ પોતાની રક્ષા છે, એમ પુરવાર થાય છે. આ સ્વામીની સાચી સેવા નિયમ ફળે છે અને તે પણ અમર ફળ રૂપે ફળે છે માટે નિત્ય સેવ્ય છે, ચઢતે પરિણામે ઉપાસ્ય છે. આત્માને પરિવાર એટલે શ્રી તીર્થંકર પરમાત્માનું તીર્થ. તેની રક્ષા આદિ માટે થતા પ્રયત્નોથી પોતાના દેહ વગેરેની રક્ષા થાય છે. મતલબ કે સાચા આ સ્વામિની સેવામાં જ પિતાની સુરક્ષા છે.
પ્રાર્થના અને શુભેચ્છા-પુણ્યનું ફળ શુભ છે, તેથી તે–સર્વ માટે ઈચ્છવું જોઈએ. કેઈનું ય અશુભ ઇચ્છવું તે પાપ છે. તેથી અશુભ કે ઈ માટે ન ઈચ્છવું જોઈએ. આ બે મુદ્દાની વિવેક પૂર્વક વિચારણા અને આચરણ કરવાથી શ્રી તીર્થંકર પરમાત્માના શાસનની સેવા થાય છે.