________________
૨૭૪
આત્મ–ઉત્થાનને પાયો ભગવાન નિર્વિષયી છે, નિષ્ઠષાયી છે. એટલે ભગવાનને ભજનારે તદનુરૂપ જીવન જીવવું જોઈએ.
વિષયોથી વિરકિત અને ભગવાનની ભક્તિ-એ બે ઉપાયથી પ્રભુ પ્રાપ્તિ થાય છે. પ્રભુ ભક્તિ
પ્રભુના નામથી પાપનો નાશ, પ્રભુના રૂપથી પુણ્ય પ્રકાશ, પ્રભુને દ્રવ્યથી આત્મધ અને પ્રભુના ભાવથી ભવજળ તરાય છે
આહત્ય સકળ અરિહતેમાં રહેલું છે. સિદ્ધોનું અધિષ્ઠાન છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું દયેય છે. નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ વડે તેનું પ્રણિધાન અનુક્રમે પાપનાશ, પુણ્યલાભ, આત્મજ્ઞાન અને આત્મધ્યાનનું કારણ બને છે. ભવ્યત્વ પરિપાક કરવાના સઘળા ઉપાયોને સંગ્રહ આહત્યના ધ્યાનમાં અને નામાદિ વડે તેની ઉપાસનામાં રહે છે.
શ્રી અરિહંત પરમાત્માના નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાની વિવિધે, ત્રિકરણ વેગે થતી ભકિત, ત્રિભુવન હિતકર શક્તિરૂપે પ્રગટીને સ્વધર્મ બજાવે છે.
પિતાના નામ, આકાર રૂપ આદિ સંસારમાં રખડાવે છે. તેનાથી છોડવનાર શ્રી અરિહંતના નામ આદિ ચારે નિપાની અનન્ય ભાવપૂર્વકની ભક્તિ શરણાગતિ આદિ છે. માટે જ પ્રભુભક્તિને મુક્તિની દૂતી કહી છે.
E1
પરમાત્માનું નામ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ઉત્તમ મને જપ કરનારા સર્વદા સુરક્ષિત છે. પરમાત્માના નામ મંત્ર વડે ઈશ્વરને પ્રસાદ અને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. પરમાત્માનું નામ જીવને સર્વ મુકેલીઓમાંથી પાર ઉતારનારું છે.
ધર્મ માત્રનું દયેય આત્મજ્ઞાન છે, અને તે પરમાત્માના નામના ધ્યાનમાત્રથી સિદ્ધ થાય છે,
નામમંત્રનું રટણ, હૃદયને મેલ સાફ કરવાનું કાર્ય કરે છે. અને બીજી બાજુ તન, મન અને ધનની સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિ ટાળી આપે છે. શરીરને વ્યાધિ અસાધ્ય હોય અને ન ટળે, તે પણ મનની શાંતિ અને વ્યાધિમાત્રને સમતાથી સહન કરવાની શક્તિ તે તે આપે જ છે. તે કેવી રીતે આપે છે એ પ્રશ્ન અસ્થાને છે. કારણ કે તે તેને સ્વભાવ છે અને સ્વભાવ હંમેશાં અતક ગણાય છે.
કેટલાક પ્રશ્ન અને તેના ઉત્તર બુદ્ધિથી કે બુદ્ધિને આપી શકાય તેવા હેતા નથી. હદયની વાત હૃદય જ જાણી શકે છે, બુદ્ધિ ત્યાં કારગત નીવડતી નથી.