________________
૨૭૨
આત્મ-ઉત્થન પાયો અનુગ્રહ દ્વારા સહજમળને હાસ થાય છે અને અનુરાગ દ્વારા તથા ભવ્યત્વને વિકાસ થાય છે.
પરમાત્મા હવભાવથી જ અનુગ્રહશીલ છે. સાધુઓને અનુગ્રહ સૌમનસ્ય દ્વારા થાય છે.
સૌમનસ્ય એટલે મૈયાદિભાવયુક્તતા. સૌમનસ્યશૂન્ય સાધુતા, એ દ્રવ્ય-સાધુતા છે. પરમાત્માને અનુગ્રહ સાધુ પુરુષોના અનુગ્રહની અપેક્ષા રાખે છે અને સાધુ પુરુષને અનુગ્રહ પરમાત્માના અનુગ્રહની અપેક્ષા રાખે છે. શ્રદ્ધાની શક્તિ
અપ્રત્યક્ષમાં પ્રત્યક્ષતુલ્ય વિશ્વાસ તે શ્રદ્ધાનું લક્ષણ છે. ભગવાનના ચરણોમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી તે વ્યક્તિને સર્વ પ્રથમ ઉપાય છે.
ભગવાનના ગુણે અને સ્વરૂપનું નિત્ય નિયમપૂર્વક કીર્તન કરવાથી શ્રદ્ધા ઉત્તરોત્તર દઢ બને છે.
આવી શ્રદ્ધા દુર્બળને બળવાન બનાવે છે. શ્રદ્ધામાં વિવાદ, વિચાર કે તને સ્થાન નથી. શ્રદ્ધા વિનાનું જીવન શુષ્ક છે, જળ વિનાના સરોવર જેવું છે. શ્રદ્ધા ઈશ્વરકૃપાને ખેંચવાનું ચુંબકીય તત્તવ છે. શ્રદ્ધા અપ્રાપ્યને પ્રાપ્ત કરાવે છે. વિષને અમૃત બનાવે છે. શ્રદ્ધાથી ભવસાગર તરી શકાય છે, અશ્રદ્ધા ભવસાગરમાં ડૂબાડી દે છે. શ્રદ્ધાથી મંત્ર, દેવ, ગુરુ ફળીભૂત થાય છે.
પરમતત્તવમાંની શ્રદ્ધા કોઈ કાળે નિષ્ફળ જતી નથી, એ યથાકાળે ફળે જ છે. ભક્તિનું લક્ષ્ય
ભક્તિને અર્થ દાસતા કે આધીનતા નહિ, પણ એકતા અને અભેદની અનુભૂતિ છે.
સૂર્યનું પ્રતિબિમ્બ જેમ દર્પણમાં તેમ સૂર્યકાન્ત મણિમાં પણ પડે છે. દર્પણમાં પડેલું પ્રતિબિમ્બ માત્ર પ્રતિબિમ્બ છે જ્યારે સૂર્યકાન્ત મણિમાં પડેલ તે બીજાને પણ પ્રકાશિત કરે છે તેમ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમ ધરાવનારા, સૂર્યકાન્ત મણિની જેમ બીજાને પણ પ્રેમવાળા બનાવી શકે છે.
લય બાંધીને તીર ફેંકવાથી લાયવેધ થઈ શકે છે. તે જ રીતે સાધકના જીવનમાં વીતરાગતા તથા આ નિર્ચથતાની પ્રાપ્તિનું લક્ષ્ય જરૂરી છે.