________________
ભક્તિ-વૈરાગ્ય અને જ્ઞાન
૨૬૫
ભકિત વૈરાગ્ય અને જ્ઞાન
ભક્તિમાં વૈરાગ્ય અને જ્ઞાન છૂપાયેલાં છે, કેમકે જેમની ભક્તિ કરવાની છે, તેઓએ સ'સારને નિસાર માન્યા છે અને માક્ષને જ એક સારભૂત માન્યા છે, તથા તે માક્ષના લાભ અને સંસારના અંત આત્મજ્ઞાનથી જ કર્યાં છે, તેથી મેક્ષે ગયેલા, મેક્ષે જનારા અને મેાક્ષમાગ માં રહેલાં જીવા ઉપરની ભક્તિ-એ વૈરાગ્યની જ ભક્તિ છે અને આત્મજ્ઞાનની જ ઉપાસના છે.
શક્તિશૂન્ય આત્માઓના વૈરાગ્ય એ દુઃખભિત કે મેાહગર્ભિત છે. જયારે ભક્તિમાન આત્માઓને વૈરાગ્ય એ જ્ઞાનગભિત હાય છે અથવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન ભક્તિરહિત કદી પણ હાતા નથી એ જ રીતે ભક્તિશૂન્ય આત્મજ્ઞાનીએ પણ સાચા આત્મજ્ઞાનને પામેલા નથી.
આત્મજ્ઞાન અને તેનું અર્થીપણુ અંશે પણ જેએમાં હાય છે, તેઓ આત્મજ્ઞાન વડે સાધ્ય ભવ-વૈરાગ્ય અને મેાક્ષરાગયુક્ત હોય છે, તથા મુક્ત આત્માએ પ્રત્યે ભક્તિભાવથી ભરપુર તેની મનેાવૃત્તિ હોય છે.
વૈરાગ્ય એ દૃશ્ય વસ્તુમાં રહેલા નથી પણ વસ્તુના વિચારમાં રહેલા છે. વિચારથી દોષદશન અને દોષદશ નથી વૈરાગ્ય એ ક્રમ છે.
વિચારહીનના વૈરાગ્ય ક્ષણિક છે. વિચારવાનના વૈરાગ્ય સ્થિર છે. વૈરાગ્ય વિવેકજન્ય છે. અને વિવેક મેધસ્વરૂપ છે. બેાધને અને વૈરાગ્યને કાર્ય-કારણભાવના સબંધ છે. સસારમા બનતાં મનાવા ક્ષણે ક્ષણે બેધ આપનારાં છે અને વૈરાગ્યભાવને વિકસાવનાર છે, એની પુષ્ટિ ભક્તિથી થાય છે.
ભગવાન અને ભક્તિ
જ્ઞાની હાય કે અજ્ઞાની, દુઃખ કાર્દને છેડતું નથી. જ્ઞાનીએ સુખ-દુઃખને જાણી શકે, પણ તેમાં અંશ માત્ર ફેરફાર થઈ શક્તા નથી. કેમકે કર્મના નિયમ અટલ છે. તેના ઉપર સત્તા કેવળ ધર્મના નિયમની ચાલે છે. ધર્મના નિયમ જીવમૈત્રી અને પ્રભુતિને આધીન છે.
ભગવાનની ભિતથી જે કાર્ય થયું, તેને ભગવાનથી જ થયું એમ માનવું—એ વ્યવહારનયના સિદ્ધાન્ત છે. એ દૃષ્ટિએ કર્મના નિયમ ઉપર ભગવાનનું પ્રભુત્વ છે—એમ કહી શકાય. ભગવાનની આજ્ઞાના પાલનથી ક્રમના ક્ષય કરી શકાય છે. તેથી ક ક્ષયમાં પ્રખળ હેતુ ભગવાનની આજ્ઞા છે. તે આજ્ઞાનું પાલન-એ જીવના ભાવ છે, જ્યારે તેના સ્વામી ભગવાન છે.
૩૪