________________
આત્મ-ઊથાનને પાયે પ્રભુના નામનું ગ્રહણ એ આધ્યાત્મિક આહાર છે. નિર્બળ આત્માને બળવાન બનાવનાર છે.
વાસનારૂપી માનસિક રોગને કારણે જીવે પિતાનું શુદ્ધ બળ ગુમાવ્યું છે અને નિર્બળ બને છે. તે નિર્બળતા પચ્ચ ભેજન વડે દૂર થઈ શકે તેમ છે. માનસિક પથ્ય ભજન, પ્રભુ-નામ-મંત્રનું શબ્દથી અને અર્થથી ગ્રહણ કરવું તે છે. તે વડે ભકિત, આત્માનુભૂતિ અને વિષયવિરતિરૂપી તુષ્ટિ, પુષ્ટિ અને સુધાનિવૃત્તિ સધાય છે.
વિષયોની વાસનાઓથી ક્રોધાદિ કષાયની ઉત્પત્તિ થાય છે અને ક્રોધાદિ કષાયેના પુનઃ પુનઃ સેવનથી આત્માની મૂળ કાયા ક્ષીણતાને પામે છે. તે ક્ષીણતાને દૂર કરવાને ઉપાય પથ્ય ભોજનની જેમ, પ્રભુના નામમન્નનું સ્મરણ આદિ છે. અને કુપવર્જનની જેમ વિષયેના સંગને ત્યાગ વગેરે છે.
વિષયોથી દૂર રહી, પ્રભુના સ્મરણ આદિમાં સમય પસાર કરવામાં આવે તે આત્મશુની તુષ્ટિ–પુષ્ટિ અવશય થાય છે, એ સર્વ મહાપુરુષોને અનુભવ છે. વૈરાગ્ય અને ભક્તિ.
ભવનિર્વેદ અને ભગવદ્ બહુમાન એક જ પ્રજનની સિદ્ધિ માટેના બે ઉપાય છે.
ભગવાન ભવથી મુક્ત થયા છે, એટલે વિષય-કષાયથી સર્વથા રહિત થયા છે. તે કારણે વિષય-કષાયથી મુક્તિ ઈરછવી તે ભગવદ–બહુમાન છે.
ષદર્શનરૂપ વૈરાગ્ય વડે વિષયમાંથી મુક્ત થવાય છે. ગુણદર્શનરૂપ ભક્તિથી કષાય મુક્તિ મળે છે.
ક્લાયની ઉત્પત્તિ વિષયના રાગમાંથી છે. તેથી વિશ્વમાં દર્શન, કષાયને મંદ કરે છે. મંદ પડેલા કષાયે એમાં રહેલા ગુના દર્શનથી નિમ્ળ થાય છે.
દે પ્રત્યે વૈરાગ્ય તે ભવનિ અને ગુણે પ્રત્યે બહુમાન, તે ભગવદ્ બહુમાન છે. દેષ દર્શન કષાને પાતળા પાડે છે, ગુણદર્શન કષાયને નિર્મૂળ કરે છે. દેષ, વિષયમાં જેવા અને ગુણ એમાં જોવા-એ તેને અર્થ છે.
અનંત ગુણમય જીવ કેઈપણ સંગમાં તિરસ્કાર્ય નથી-એ કદી ન ભૂલાવું જોઈએ. તેમજ વિષય-કષાય કેઈપણ સંગમાં આવકાર્ય નથી-એ પણ સદા સ્મરણમાં રહેવું જોઈએ. નિષ્ઠા અને ભક્તિ
સાધ્ય તરફની નિષ્ઠા તે ભક્તિ કહેવાય છે. અને સાધન તરફની ભક્તિ તે નિષ્ઠા કહેવાય છે. નિષ્ઠા સાધનનિક છે. ભક્તિ સાધ્યનિષ્ઠ છે. ભક્તિમાં આરાધ્યની પ્રધાનતા છે. નિઝામાં આરાધકની મુખ્યતા છે. શ્રદ્ધા એ નિકાને પર્યાયવાચી શબ્દ છે.