________________
આત્મ-ઉથાનને પાયે ભગવાનના સ્વામી પણથી જ ભગવાનની આજ્ઞા તેના પાલન કરનારનું હિત કરે છે, તેથી ભગવાન વિશ્વનું હિત કરનારા છે એમ કહેવું યથાર્થ છે, માટે ભગવાનને આજ્ઞારૂપે સર્વત્ર જેતે અપ્રમત્ત સાધક કયાંય પાપ કરી શકતો નથી. પાપ કરવાની વૃત્તિ આજ્ઞાના અગીકારથી ઓગળી જાય છે.
વૈરાગ્યથી આત્મદર્શન વિપાકની વિરસતારૂપ દેષકશનજનિત વૈરાગ્ય એ અપર વૈરાગ્ય છે. અને આત્માનુભવજન્ય દોષદર્શનરૂપ વૈરાગ્ય એ પર-વૈશગ્ય છે.
વિષયમાં ગમે તેટલા દોષ દેવામાં આવે પણ જ્યાં સુધી જીવને દેહાધ્યાસ છે, ત્યાં સુધી વિષયનો અધ્યાસ પણ કાયમ રહે છે.
એટલે જડ દેહમાં “અહંવ–મમવ” બુદ્ધિને અંશ છે, ત્યાં સુધી જડ વિષયમાં “અહેવ-મમત્વ' ટળતું નથી.
વિષયમાં દોષદર્શનજનિત વિરાગ્ય, વિષયના સંગથી દૂર રહેવા પૂરતું પ્રારંભિક અભ્યાસનું કાર્ય કરી આપે છે તેટલા પૂરતી પ્રારંભ કાળે તેની અનિવાર્ય ઉપયોગિતા છે. કેમ કે વિષયના સંગમાં રહીને આત્માનુભૂતિને અભ્યાસ અશક્ય છે. વિશ્વમાં વિપાક કાળે થતા નું દર્શન વિષયના સંગને ત્યાગ કરાવી, આત્માનુભૂતિના અભ્યાસમાં ઉપકારક થાય છે, તેથી તે વૈરાગ્યને શાસ્ત્રકારોએ પ્રથમ સ્થાન આપેલું છે.
પરંતુ વિષયને બાહ્ય સંગ છૂટયા પછી તેની આંતરિક આસકૃિત ટાળવા માટે આત્માનુભૂતિ સિવાય બીજે કઈ ઉપાય નથી. અને આત્માનુભૂતિવાળા પુરુષની ભકિત સિવાય આત્માનુભૂતિ પણ નીપજતી નથી. એટલે પ્રાથમિક વિશાગ્ય, પછી અનુભૂતિમાન પુરુષે ઉપરની ભક્તિ અને પછી આત્માનુભૂતિ-એ ક્રમ છે.
આત્માનુભૂતિ પછી ઊપજતી વિષયની વિરકિત એ તાત્વિક વિરહિત છે. કેમ કે પછી વિષેની વિજાતીયતાનું પ્રત્યક્ષ ભાન થાય છે. ભક્તિ વડે આત્મદર્શન
આત્મદર્શનને બીજો ઉપાય ભકિત છે. ભકિતનો અર્થ સજાતીય તત્વ સાથે એકત્વનું અનુપમ અનુભવન.
સજાતીય તત્ત્વ સમગ્ર જીવરાશિ છે. તેની સાથે એકત્વનું અનુભવન, મિથ્યાદિ ભાવે વડે થાય છે. તેથી તે મંત્રી આદિ ભાવેને અભ્યાસ-એ ભક્તિને અભ્યાસ છે.