________________
વૈરાગ્યથી આત્મદર્શીન
૨૩૯
ભાણખ્યત્વેન જ્ઞાન મજિ: । ભક્તિ એક પ્રકારનુ જ્ઞાન છે, જેમાં આરાધ્ય તત્ત્વની વિશેષતાનું ગ્રહણ થાય છે.
"
મિત્યમેવ ! બચમેવ પરમાર્થઃ ' । ‘આ આમ જ છે.'
આ પ્રકારના જ્ઞાનને શ્રદ્ધા કહેવાય છે, અને તેમાં આરાધકની નિષ્ઠા વખણાય છે. શ્રદ્ધા અને ભક્તિ અને આરાધકમાં હાવાં જરૂરી છે. છતાં ખંનેમાં જે તફાવત છે, તે એના જ્ઞાનમાં છે.
શ્રદ્ધાનુ' જ્ઞાન, સાધનામાં નિષ્ઠા પેદા કરે છે. ભક્તિમાનનું જ્ઞાન સાક્ષ્યમાં નિષ્ઠા પેદા કરે છે.
સાયની શ્રેષ્ઠતાનું જ્ઞાન ભક્તિવર્ધક બને છે. સાધનની શ્રેષ્ઠતાનું જ્ઞાન શ્રદ્ધાવક છે. જ્ઞાન અને ભક્તિ
શક્તિ એ સાકર ખાવાની ક્રિયા છે. અને જ્ઞાન એ સાકર બનવાની ક્રિયા છે. સાકર ખાવામાં પેાતાને આનંદ છે. સાકર બનવામાં બીજને માન છે. સાકર બનવાની અભિલાષા એ સિદ્ધપદ મેળવવાની અભિલાષા છે.
સાકર ખાવાની ઈચ્છા એ સાધુનુ' પદ ટકાવી રાખવાની ઈચ્છા છે.
ભક્તને પેાતાના હિતની આકાંક્ષા છે. ભગવાનને પરનું હિત અભિષ્ટ છે. સિવ જીવ કર્" શાસનરસી'ની જે-પરહિતની અભિલાષા ત્રીજા ભવમાં હતી, તે છેલ્લા ભવે સ્વભાવભૂત બની ગઈ. હવે ભગવાનનું આલબન જે લે એનુ' ભગવાન હિત કરે જ. પરહિતની અભિલાષા પ્રગટ થઇ, તેની સાથે જ તે હવે સાધક મટીને સિદ્ધ ચવાની પ્રક્રિયામાં જોડાય છે.
સિદ્ધત્વની પ્રાપ્તિમાં પ્રતિબંધક કોઈ હોય, તા તે પરહિત પ્રત્યેના પ્રતિબધ છે, ઉદાસીનતા છે. એ ઉદાસીનતા ટાળવાની સાથે જ સાધક સિદ્ધ બનવા લાગે છે.
સિદ્ધ એ જગ ́નુગ્રહ પ્રવણુ છે. સાધકત્વ એ સ્વહિતકરણ પ્રવણુ છે.
એક સ્વયં સાકર બનવાની પ્રક્રિયા છે. બીજી સ્વયં સાકર ખાવાની પ્રક્રિયા છે. આત્મ નિવેદન ભક્તિ
ભક્તિથી ત્યાગ વૈરાગ્ય સુલભ બને છે.
પ્રભુને બધું સમર્પણ કરનારને ત્યાગવાનું બહુ સહેલું થઈ જાય છે.
વૈરાગ્યને તીવ્ર બનાવવાથી પ્રભુ ઉપર પ્રીતિ વધે છે, અને પ્રભુ પર પ્રીતિ વધવાથી પ્રભુના અનુગ્રહ થાય છે.