________________
૨૬૩
ભક્તિની શક્તિ
ભક્તિની શકિત અનંત અપરાધી અને અલ્પજ્ઞાની પણ વહેલાં મુક્તિ મેળવે છે અને અલ્પ અપરાધી અને મહાજ્ઞાની પણ અનંતકાળ રખડે છે. તેમાં કા૨ણ ભક્તિ અને અભક્તિ સિવાય બીજું શું છે?
ભક્તિ આત્મસમર્પણ સ્વરૂપ છે તેથી અહંકાર ગળી જાય છે.
સર્વ પાપનું મૂળ અહંકાર છે, સર્વ ધર્મનું મૂળ દયા “દુષિત સુરણ કહાળે છr” દુખી જીના દુઃખને દુર કરવાની ઈચ્છા. તે ઈચ્છા જેઓમાં ટોચે પહોંચી છે, તેઓને નમસ્કાર કરેતે ભક્તિ છે. કેમકે એ ઈચ્છા વડે જ જગતમાં અસદ વસ્તુઓને અભાવ અને સ૬ વસ્તુઓને સદ્દભાવ જણાય છે.
મહાપુરુષોની કરુણા, દયા અને “વિશ્વ પ્રત્યે આત્મીયતાની લાગણ” જ અશુભનો હાસ અને શુભની વૃદ્ધિ કરી રહેલ છે. તેથી તેમની કરુણાને સમર્પિત થવું-એ કતવ્ય છે અને એનું જ નામ ભક્તિ છે. એ ભક્તિમાં અહંકારને લેશમાત્ર સ્થાન રહેતું નથી, તેથી તે પરમ વિશગ સ્વરૂપ છે.
તપ, જપ, મૃત અને ક્રિયાનો અહંકાર લૌકિક અહંકારના નિવારણ માટે ઉપયોગી છે, પણ લો કેત્તર ભાગમાં પ્રગતિ કરવામાં બાધક છે. ભક્તિ એ તપ, જપ અને ક્રિયાના અહંકારને પણ નાશ કરે છે, તેથી સર્વ સદ્દગુણની પૂર્ણતા ભક્તિમાં થાય છે. અહંકારને ટાળવા ભક્તિ
ભક્તિ વિના ચિત્તની શાતિ પ્રાપ્ત થવી અશક્ય છે. કેમકે અશાનિનું બીજ અહંકારમાં છે. તેથી તપ, જપ, શ્રુત અને ક્રિયા કરવાની બુદ્ધિ જેની કરુણાથી થાય છે, તેને સતત સ્મૃતિમાં રાખવાથી અહંકારનું ઉત્થાન જ થતું નથી.
- સંત પુરુષોની કરુણ વિશ્વ પર સદા વરસતી રહે છે અને સર્વ જીના ઉથાનમાં તે સહાય કરે છે, એમ માન્યા વિના ભક્તિ જાગતી જ નથી અને ભક્તિ વિના અહંકાર રળ નથી.
વિશ્વ પર પ્રભુત્વ પ્રભુની કરુણાનું છે અને તે કરુણા વિવિધ રૂપે પિતાનું કાર્ય સતત કર્યા કરે છે.
ભક્તને આધીન ભગવાન છે, તેનો અર્થ એટલો જ છે, કે પ્રભુની કરુણાને હદયથી માન આપનાર ભક્તનું કલ્યાણ થયા સિવાય રહેતું નથી.
ભક્તિ એ મુક્તિની દૂતી છે, એને અર્થ એ છે, કે ભક્તિ વિના અહંકાર દષમાંથી કઈ મુક્ત થઈ શકતું નથી. અહંકાર જાય તેને અન્ય દોષમાંથી મુક્ત થવું દુષ્કર નથી.