________________
સમ્યગ્દર્શન
२४७ પ્રકાશ સામે અંધકાર નથી ટકી શકતે. તેમ પાપ અને પુન્ય એ બે વચ્ચેના યુદ્ધમાં પરાજય પાપને થાય છે. વિજય પુન્યને થાય છે. એ હકીક્તનું પુનઃ પુનઃ સ્મરણ કરવાથી સાચી નિર્ભયતા જીવનમાં જાગે છે.
આત્માને નિર્ભય બનાવવા માટે પુનઃ પુનઃ સુકૃતાનુમોદન કરતા રહે. ઘુંટાઈને ઘટ્ટ બનતા દૂધની જેમ સુકૃતની અનુમેહનાથી પુન્ય ઘુંટાઈને ઘટ્ટ બને છે. પુન્યના અનુબંધવાળું બને છે.
જેની પાસે ચિતામણી રત્ન હોય તે પણ જે દરિદ્રતાનો વિચાર કરતે હોય તે તે ભાગ્યવાન ગણાય ખરે? તેમ જેને શ્રી નવકાર મળે હેય, ભાવથી દરિદ્ર ન જ હોય અને જે હોય તે તે શ્રી નવકારને સ્મારક ગણાય ખરે? તે જ રીતે અણમોલ ત્રણ રત્નમાં એક સમ્યગ્દર્શન છે.
તીન રતન મુજ આપો તાતજી, જિમ નાવે રે સંતાપ.” આ પંક્તિઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ ત્રણ રત્નની સૂચક છે. સમ્યગ્દર્શન એટલે સુકૃતાનુમોદન.
ત્રણ કાળના, ત્રણ જગતના અનંતા આત્માઓના અનંત સુકૃતની અનુમોદના આપણા દારિદ્રયને નાશ કરનારી છે. ચિંતામણીરત્ન મળવા છતાં જે તેની કિંમત ન અાંકી શકીએ તે જેમને સમ્યગ્દર્શનરૂપી રત્ન નથી સાંપડયું, તેના કરતાં પણ અધિક દુભાંગી આપણે ગણાઈએ
સમ્યગ્દર્શન એટલે અનુમોદન. અનુમોદનને વિષય અનંત જીવમાં રહેલા અનંત ગુણ.
સમ્યગ્દર્શન આવતાની સાથે જ મેળવેલું બધું જ્ઞાન, સમ્યજ્ઞાન બની જાય છે. મળેલા જ્ઞાનને સમ્યગ્દર્શનથી વાસિત કરી દેવાય, તે ડું પણ સમ્યજ્ઞાન જીવને ભવપાર કરી દે છે.
માનવી પોતે પિતાના સુકૃતની અનુમોદના કરતાં જે હર્ષ અનુભવતા હોય છે, તેવા જ હપૂર્વક તે, પરના સુકૃતેની અનુમોદના કરતે થાય, તે તેના પુન્યને પાર ન રહે.
મારૂં સુકૃત એ સુકૃત અને પ૨નું સુકૃત એ સુકૃત નહીં, એ મિયાદર્શન.
મારા સુકૃત જેટલું જ બલકે તેના કરતાં પણ અધિક અનુમોદનીય મને પરનું સુકૃત લાગે, ત્યારે મારું દર્શન તે સમ્યગ્દર્શન ગણાય. મને સમ્યગ્દર્શન સ્પેશ્ય ગણાય.
શ્રી નવપદ તે, નવ પુન્યના સર્જક છે. શ્રી નવકાર તે, અઢાર પાપને વિસર્જક છે. એસે પંચ નમુક્કારો અને સમ્યગ્દર્શન એ બે એક જ ધર્મના સૂચક છે.
શ્રી નવકારને “નમસ્કાર કરવાથી ત્રણ કાળના, ત્રણ જગતના સર્વ પરમેષ્ઠી ભગવતેના સર્વ સુકૃતની અનમેદના થાય છે.