________________
૨૫૫
આમોપમ્ય ભાવ
અભેદની દષ્ટિ પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ કેળવવાથી જ પુષ્ટ બની શકે અને એ મૈત્રીભાવ કેળવાય, તો જ દુઃખીનાં દુઃખ દૂર કરવાની કરુણાવૃત્તિ, ગુણાધિક પ્રત્યે પ્રમોદવૃત્તિ, અને તદ્દન જડ જેવા અપાત્ર પ્રત્યે માધ્યસ્થ કે તટસ્થવૃત્તિ સંભવી શકે. એવી વૃત્તિ આવે, તે જ અહિંસાદિ અને ક્ષમાદિ ધર્મો સાર્થક બની શકે છે અર્થાત્ ક્ષા પથમિક ભાવના બની શકે છે. દશનગુણનું આવરણ
સામાન્ય વિશેષ ઉભય ધર્મથી આત્મતત્વને બંધ પરિપાક પામે ત્યારે જ સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ સુલભ બની શકે છે અને તે જ દર્શનગુણનું આવરણ ખસી શકે.
દર્શનાવરણીય કર્મને ક્ષયે પશમ મિથ્યાત્વ અવસ્થામાં પણ સુલભ છે. આત્મવેન આત્માનું આત્મૌપમ્યભાવે દર્શન થવું તે દર્શનગુણ છે.
આ ગુણને આવરના દર્શન મેહનીય કર્મ તીવ્રતમ પ્રબળતમ પુરુષાર્થ ફેરવ્યા વિના ટળી શકે નહિ. તે કર્મને ઉદય હોય ત્યાં સુધી નવ પૂર્વનું જ્ઞાન કે ક્રેડ પૂર્વનું ચારિત્ર પણ મિથ્યાજ્ઞાનરૂપ કે કેવળ કાયકષ્ટ રૂપ બને છે એમ શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે.
એટલે દર્શન ગુણને પ્રગટાવવા માટે અવિરત પ્રયત્ન અપ્રમત્તપણે શ્રી જિનારા મુજબ થતું રહે એ જરૂરી છે. આત્મૌપજ્યભાવની ભૂમિકા
અધ્યાત્મ શાસ્ત્ર માને છે કે
અવ્યવસ્થા જગતમાં નથી પણ જીવની પિતાની જાતમાં છે. તેને દૂર કરવાથી જગત એક વ્યવસ્થિત ન્યાયપૂર્ણ-આનંદમય અને નિયમબદ્ધ જણાય છે. તેમાં દેવ કાઢવા જેવું કાંઈ પણ લાગતું નથી. તેથી આવી દષ્ટિવાળા અંતરંગ શાંતિને અનુભવે છે અને પિતાનાં દોષ જે કારણથી ટકે છે, તે કારણેને દૂર કરવા માટે જ પોતાનાં સમય અને શક્તિને યથાર્થ સદુપયોગ કરે છે. - રાગ, દ્વેષ અને મોહ તે દેષ છે. મોહ-એ અજ્ઞાન, સંશય વિપર્યય રૂપ છે. તે તેના પ્રતિપક્ષી જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રથી ટળે છે.
મેહને અર્થ અહિં આસક્તિ કે રાગ સમજવાનું નથી. કેમકે રાગને એક સ્વતંત્ર દેષ તરીકે કહ્યો જ છે. તેથી મેહ શબ્દ અજ્ઞાન, સંશય અને વિપર્યયવાચક છે.
વસ્તુ માત્રનું યથાર્થ સ્વરૂપ, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે. તેનું અનુભવ અને યુક્તિથી વારંવાર ચિતન કરવા વડે તે દેશ વિલીન થઈ જાય છે.
કષાય અને સંકલેશજન્ય વિકૃતિથી મુક્ત થઈ, જીવ જેમ જેમ અથવસાયની વિશુદ્ધિ પામતે જાય છે, તેમ તેમ બીજા જીવો સાથે આમ પમ્યભાવ વધારે સપષ્ટ થતું જાય છે, અને તે જીવનમાં પણ ઉતરતે જાય છે.