________________
૨૫૮
આત્મ-ઉત્થાનને પાયે શબ્દરૂપ નમસ્કાર, અર્થરૂપ નમસ્કાર અને જ્ઞાનરૂપ નમસ્કાર એ ત્રણેમાં સામર્થ્ય રહેલું છે.
આ સંવેદન-વસંવેદનાત્મક બને તે માટે આત્મલાભ થાય.
ત્રિશલ્યનાશક નેહ-પરિણામ માયા, મિથ્યાત્વ અને નિયાણ-એ ત્રણે શલ્યને નાશ, એક સનેહ પરિણામથી સાય છે.
જ્યાં નેહ, ત્યાં માયાવૃત્તિ કે લેભવૃત્તિ રહેતી નથી અને જ્યાં સ્નેહ, ત્યાં બીજાઓને આત્મસમ ન ગણવાની મિથ્યાવૃત્તિ પણ રહેતી નથી.
આ ત્રણે વૃત્તિ મોક્ષમાર્ગમાં શલ્ય તુલ્ય છે.
સકળ સવ પ્રત્યે સ્નેહને પરિણામ પરમેષ્ઠિકુપાલભ્ય છે. કૃપા અહેતુકી છે, તેમ ભક્તિ પણ નિષ્કામ જોઈએ.
નેહમાં લેવાની વૃત્તિ હોતી નથી, આપવાની જ હોય છે એ જ નિષ્કામના છે. નિયાણ બંધના નિષેધનું પાલન ને પરિણામના અસ્તિત્વ વડે જ શકય છે. સ્નેહ પરિણામ નિષ્કામ ભક્તિથી જ શક્ય છે. નિષ્કામ ભક્તિ, નિષ્કામ કરૂણાના વિચારથી જ જાગે અને નિષ્કામ કરૂણા આત્મતાવના સંવેદનથી જ જાગે છે.
તે સંવેદન મૈગ્યાદિભાવ સ્વરુપ છે. પ્રથમ જીવતત્વનું આલેકન, પછી ઉપલભ અને છેલે સંવેદન છે.
આલોકન સામાન્ય સ્વરુપનું, ઉપલંભ વિશેષ સ્વરુપને અને ઉપલંભની તીવ્રતા વડે આચરણ થાય છે.
આલેખન એટલે દશન, ઉપલંભ એટલે જ્ઞાન અને સંવેદન એટલે ચારિત્ર.
દર્શન એટલે નિષ્કામ ભક્તિ. જ્ઞાન એટલે નિષ્કામ કરુણા. ચાત્રિ એટલે નિષ્કામ કર્મ. આ રીતે રત્નત્રયનો સમુચ્ચય છે.
દેવાધિદેવ પાસે રત્નત્રયીની માંગણી કરતી વખતે આ રીતનું તેનું જે સ્વરુપ છે, તેની લાગણી વડે હૈયું ઉભરાતું હોય છે, તે તે માગણી તરત સંતેષાય છે. કારણ કે આ માગણના મૂળમાં યુદ્ધ નેહ હોય છે.
આવા સ્નેહ પરિણામ વડે જ ત્રણે રત્નનું યથાર્થ જતન થાય છે, અને મેહમિથ્યાત્વાદિ શલ્યનું નિકંદન નીકળી જાય છે. માટે આરાધકે આ નેહ પરિણામ પૂર્ણ જીવનની આરાધનાને લય બનાવવાની અતિ આવશ્યક્તાને પોતાના જીવનમાં પ્રધાન સ્થાન આપવું જોઈએ