________________
ઉપાસ્ય-તત્તવનું દર્શન
૨૫૯
ઉપાસ્ય–તત્ત્વનું દર્શન વિતરાગ એટલે ઇચ્છા મુક્ત, ઈરછા એ જ પાપ છે. સુખ-દુઃખની એ જનેતા છે.
વિશ્વ, ઈછા અનુસાર નહિ, પણ નિયમ અનુસાર ચાલી રહ્યું છે. એ નિયમ પાંચ કારણેને અનુસરે છે, કેઈની ઈચ્છાને નહિં.
ઈરછા ઉપ૨ જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, તે જ ઉપાય છે. ઉપાસ્ય તત્વની આ પણ એક સાચી ઓળખાણ છે.
“અરિહંત મારા દેવ છે, નિર્ગસ્થ મારા ગુરુ છે, તેમણે કહેલું તત્વ તે જ મારે ધર્મ છે!' આ એકરાર કરનારા સહુએ એ જાણી લેવું જરૂરી છે કે-ઇચ્છારૂપ અરિને જેણે સમૂળ નાશ કર્યો છે અને સાચા અર્થમાં વીતરાગપર પ્રાપ્ત કર્યું છે, એ જ દેવતરવની ઉપાસના કરવાની છે.
નિગ્રંથ એટલે મૂછ રહિત. તીવ્ર ઇચ્છાને મૂર્છા કહે છે. ઈરછા ઉપર જેને મૂછ નથી, તે નિગ્રંથ છે.
ઈચ્છા રહિત થવા માટે મૂછ રહિત બનવું તે જ તત્વ છે. અને તેનું જ નામ મુક્તિ માટે ધર્મ છે.
ઈચ્છા રહિત થવાની ઈચ્છાથી ધર્મ શરૂ થાય છે. અને મૂચ્છ રહિત બનીને ઈચ્છા મુક્ત થવાય છે. એ માર્ગ પર જેને વિશ્વાસ છે, તે જ સાચે સમ્યગ્દષ્ટિ છે. વિરાગને તે ઉપાસક છે અને શ્રી વીતરાગને તે સેવક છે.
વિરાગ એટલે ઈરછાની ઈચ્છાને અભાવ. અને વીતરાગ એટલે ઈચ્છા રહિત અવસ્થા.
ઇરછારહિત થવાની ઈરછાના ધયેયથી ઈચ્છારહિત દેવની અને મૂરછરહિત ગુરુની ઉપાસનાપૂર્વક જે દાન આપે છે, શીલ પાળે છે, તપ કરે છે, અને ભાવ સેવે છે, તે સાચે ધર્મ અને મોક્ષગામી છે.
જય વિયાય પદ આ સત્યનું સબળ દ્યોતક છે પ્રતિપાદક છે.
સર્વ ઈચ્છાઓથી મુક્ત નિરીછ મન એ જ “સુમન” છે. જેને પ્રભુ ચરણે અર્થે ધરીને મુમુક્ષુ પ્રભુપદ પામે છે. -
ર નમસ્કારભાવને એક અર્થ ક્ષમાયાચના થાય છે. ક્ષમાયાચનાથી ચિત્ત પ્રસન્ન બને છે. અર્થાત્ ચિત્તમાંથી ખેદ, ઉદ્વેગ, વિષાદાદિ દેશે ચાલ્યા જાય છે.