________________
૨ પર
આત્મ-ઉત્થાનો પાયો શાકારે કહે છે કે તું તેને ઓળખ. તેને સાક્ષાત્કાર કરે અને તેના આધારે જીવનનું ઘડતર કર ! આ મહાસૂત્રના આધારે ઘડાતા જીવનને શાસ્ત્રો અધ્યાત્મ-જીવન ગણે છે. એ આત્મા જ આપણું સૂત્ર છે, આપણે સ્વામી છે, આપણે તેને આધાર છેડી આપણા નાના “હું”ની દેરીની આજુબાજુ ચક્કર લગાવ્યા કરીશું, તે હતા ત્યાં ને ત્યાં રહીશું અને જીવનની પ્રગતિ થંભી જશે. આપણે મણકાને રૂપે રહીએ છીએ, પણ ખુદ મણકા નથી. આપણું સ્થલ અને વ્યવહારિક જીવનના સ્વાર્થ-ચકાવામાં ક્ષણિક સુખ લાગે છે, પણ પછી મણકે ઘસાય છે, પછડાય અને તૂટે છે, ત્યારે આ પણે એશિયાળા બની, પરિસ્થિતિના ઠેબે ચડતા, પિતાની પરાધીન વૃત્તિઓના ભાર તળે ચગદાતા, ચિત્તના વમળમાં ઘૂમરીઓ ખાતા વિનાશ પામીએ છીએ.
આપણે સ્વાધીન કેમ બનીએ? આપણામાં રહેલી વિવેક શક્તિ જાગૃત કેમ કરાય? સૂથમ વિચાર પછી આપણને સત્ય લાગે, તેને આચારમાં મૂકવાની ઈચ્છાશક્તિ દઢ કેમ થાય? આપણું વિષયમાં ચકચૂર થએલું મન, વિષયની પરાધીનતામાંથી મુક્ત કેમ થાય? મનુષ્યની પોતાની પ્રકૃતિ બદલાય શી રીતે ? તેને પરંપરામાન્ય જવાબ એ છે કે જીવનમાં હર ઘડીએ આંતર નિરીક્ષણ કરવું જરૂરી છે. ડી-થેકડી નિવૃત્તિ લઈ સત્યનું સંશોધન કરવું, સત્ય સમજાય કે ઝટ તેને ચિત્તમાં ધારણ કરવું અને પ્રભુને પ્રાર્થના કરી, તેને આચારમાં મૂકવાનું બળ માગી લેવું. બળ અવશ્ય મળશે.
આમ કરવાથી આપણે પ્રકૃતિની વિરુદ્ધમાં નથી જતાં પરંતુ તેને સ્વાધીન કરીએ છીએ. બધી કામનાઓને સ્વાર્થથી મુક્ત કરવાની છે. અવગુણેને ત્યાગ કરી સદ્દગુણે વિકસાવવા જરૂરી છે સુખને ફેંકી દેવાની વાત અહીં ગૌણ રાખીને, શાશ્વત સુખ કમાઈ લેવાને જ પ્રસ્તાવ પ્રમુખ બને છે
આવા વલણ મુજબના વર્તનથી પ્રકૃતિ એમની એમ રહે છે અને સંસાર પણ એમને એમ જ રહે છે. બદલાય છે–માત્ર જીવનનું વહેણ! તે અગામી મટી ઉર્વગામી બને છે. એને માટે શ્રમ અને તપશ્ચર્યા કરવાના રહે છે, પણ એ તે વિકાસ માટે અનિવાર્ય જ છે. શક્તિ પર અસર
આપણું પ્રત્યેક કાર્ય, આપણા જીવનની શક્તિ પર અસર કરે છે. દુષ્કર્મ કરનારે કે પાપ કરનાર ઘડીભર ભાગ ભગવતે દેખાશે ! પણ તે કેટલો નિર્બળ બને, તેને કંઈ ખ્યાલ આવે છે?
એક સત્કાર્ય તમારા બીજા સત્કાર્યનું પગથિયું બની, તમારી દઢતામાં ઉમેરો કરે છે અને એક દુઝાઈ અને લથડિયું ખવડાવી, નિર્મળ કરી અને પાડે છે.