________________
અતર-નિરીક્ષણ .
૨૫૧ સત્યને વફાદાર રહેવા માટે જરૂરી એ છે કે જેની જે કિંમત હોય તેથી વધારે કિંમત અકી અંધશ્રદ્ધા ન ખીલવવી અને ઓછી કિંમત આંકી અશ્રદ્ધા-નાસ્તિતા ન દાખવવી.
શાસ્ત્ર શબ્દમાં “શા' ધાતુ વિષયને સમજાવનાર અને “ત્ર' ધાતુ ત્રાણ-રક્ષણ કરનાર છે. રક્ષણ યથાર્થતાથી થાય છે અને શિખામણ વિષયને વિસ્તારવાથી થાય છે.
એ રીતે “શાસ” શબ્દ જ જિજ્ઞાસા અને શ્રદ્ધા એ બે ગુણને પુષ્ટ કરવા માટે છે.
અંશ સત્યના આવિર્ભાવની દષ્ટિએ બધાં શાસ્ત્ર છે, પૂર્ણ સત્યના આવિર્ભાવની દષ્ટિએ નહિ. અને અનુભવના સામર્થ્યગના આવિભાવની દષ્ટિએ બેમાંથી કાંઈ જ નથી.
સુવિકસિત શ્રદ્ધા અને મેધાવંતને આ વાત તરત સમજાય તેવી છે. અંશની પ્રતીતિ કરાવીને પૂર્ણમાં લઈ જનારાં હેઈને સુશાએ સદા ઉપકારક રહ્યાં છે, સ્વાધ્યાયનાં વિષયભૂત ઠર્યા છે, તે કદી ભૂલવા જેવું નથી.
આંતર–નિરીક્ષણ ' આ પણ ચાલુ જીવનની અધૂરાશ આપણને જ ને રેજ સાલ્યા કરે છે. આપણી અપૂર્ણતા આપણને ડંખે છે અને તેની વેદના દૂર કરવા આપણે પૂર્ણ જીવન તરફ આંખ માંડીએ છીએ.
આપણામાં એવું કંઈક” છે, જેને આપણે આદર્શને યુવ—તારો કહીશુ. તેને પ્રકાશ વ્યવહારૂ જીવનના ધુમ્મસમાં ભલે બહુ ઝાંખે દેખાય, પણ તેના દિશા સૂચન વિના આપણી જીવન–નાવ સાચે રસ્તે પ્રયાણ કરી શકતી નથી. તે યુવ-તારે નિત્ય છે, અવિચળ છે, તેને ઉદય નથી, અને અસ્ત નથી. તે બહુ દૂર-દૂર પ્રકાશે છે! પણ તેના પ્રકાશ વિના પ્રગતિ સંભવિત નથી.
આપણા પૂર્વજોએ તેને “આત્મા” કહ્યો છે. આપણા તત્વચિંતકેએ તેને જ “પરમાત્મા' કહ્યો છે. મનુષ્યના અંતઃકરણના ગૂઢ ઊંડાણમાં રહીને તે ખરૂં-ખાટું પારખે છે, નિત્યાનિત્યને પ્રમાણે છે અને સુંદરતા, અસુંદરતાના ભેદ કળે છે. તેને સૌમ્ય, ગંભીર અને દઢ અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે આપણું નતિક અને આધ્યાત્મિક જીવનની ઝાંખી કરાવી શકે છે.
દરેક મનુષ્યના બદલાતા શરીરમાં, બદલાતા મનમાં અને બદલાતી સ્થિતિમાં, મણકામાં પરોવાએલા દોરાની જેમ આત્મા સ્થિર રહે છે. બધું તેની આજુબાજુ બદલાયા કરે છે, ફર્યા કરે છે; પણ તે બધાનું અધિષ્ઠાન કદી બદલાતું નથી. લેકે તેને આત્મા, અંતરાત્મા, નૈતિક કાયદે, સ્વયંભૂ, ધર્મ વિગેરે નામે ઓળખે છે.