________________
સમ્યગ્દર્શન
૨૪૫
સાદેશિક અનુમાનના અને અન્ય શરણરહિત પ્રભુના અનન્ય શરણના ઉપદેશ તા પ્રધાનતયા માત્ર એક શ્રી જૈનશાસનમાં જ મળે છે.
શ્રી જૈનશાસનની આરાધનાના પાયેા ગર્હોમાં છે, અનુમાનામાં છે, પ્રભુની અનન્ય શરગતિમાં છે અને ગાઁના પરિણામ વિના, દુષ્કૃત ઘણી વાર જીવે છેાડયુ છે. અનુમેાઇનાના પરિણામ વિના, સુકૃત ઘણી વાર જીવે કર્યું છે; પ્રભુને અનન્ય આધાર માન્યા વિના ઘણી વાર ભમ્યા છે. પરંતુ ભવના અંત આવ્યે નથી. પાપના અનુબંધ તૂટથા નથી. પુણ્યના અનુબંધ પડચા નથી. સ્વકૃતિના અહંકાર ઓગળ્યા નથી.
એટલે ગહણીય દુષ્કૃતાની ગાઁ, અનુમાનનીય સુકૃતાની અનુમાઇના ઊંડા અ`તઃકરણપૂર્વક કરવી, તેમ જ ત્રિભુવનક્ષેમંકર શ્રી તીર્થંકર પરમાત્માનું શરણું', એ જ સાચું ભવજળતરહ્યુ છે એ શ્રદ્ધાને દીપાવવી એ આરાધકનું પ્રધાન કર્તવ્ય છે.
પ્રધાન કર્તવ્યને પ્રધાનતા અપાય, તે જ આરાધના પ્રાવતી બને છે અને તે આરાધના વિરાધનાની અધમ પળે આરાધકના હાથ પકડીને ઉગારી લે છે. પાપપ ક્રમાં લપટાતાં બચાવી લે છે.
આરાધનાનું આવું અદ્દભુત તત્ત્વ પીરસનાર શાસન સ્વાભાવિકપણે જ અજોડ લેખાતું હાય છે. અને લાખ પડકાર વચ્ચે પણ તેની અપ્રતિહતતા અકબંધ જળવાઈ રહે છે. આવા શાસનને પામીને જીવા, ભવના પાર પામેા!
'
સમ્યગ્દર્શન
સંસાર ચક્રને ભેદનારા સિદ્ધચક્રમાં પ૬ નવ છે. એટલે શ્રી સિદ્ધચક્રની પૂજાને શ્રી નવપદજી મહારાજાની પૂજા પણ કહેવાય છે.
આ નવપદમાં છઠ્ઠું સમ્યગ્દર્શન પદે છે.
જેનું દÖન સમ્યક્ નહીં તે આત્મા, વાતે વાતે કર્મ બંધના ભાગી થાય છે.
જેવા આંખા વગરના માનવી તેવા સમ્યગ્દર્શન વગરના આત્મા, બલ્કે આંખ વગર ચાલે પણ સમ્યગ્દર્શન વગર ન ચાલે, દર્શન રહિતના અંધાપે। આત્માને જિનવાણી અને જીવતત્ત્વ ઉભયથી દૂર રાખે. જિનવાણીમાં શ્રદ્ધા ન કરવા દે. જીવતત્ત્વમાં પ્રીતિ ન ખીલવા દે.
સમ્યગ્દર્શનને નમસ્કાર એટલે અવિરતિ, દૅશવરતિ, સતિ અને ચક્રમા ગુણસ્થાનક સુધીના શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ આદિ સર્વને નમસ્કાર,