________________
૨૪૮
આત્મ-ઉત્થાનને પાયે સમ્યગ્દર્શન દ્વારા શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતની અનુમોદનાની સાથે સાથે તેમના અનુમોદકની પણ અનુમોદના કરે.
દેવાધિદેવની સાચી ભક્તિ કરી ત્યારે ગણાય, જ્યારે દેવાધિદેવને ભક્ત પણ ભક્તિ કરવાને પાત્ર પ્રતીત થાય. ભગવાનને ભજે અને ભગવાનની ભક્તિમાં ઓતપ્રેત ભક્તને ત–ઉપેક્ષણીય સમજે તે તે ભક્તિ, સાચી ભક્તિ ન ગણાય.
ધ્યાન તે બગલે પણ ધરે છે, પણ તે અનુમોદનીય ન ગણાતાં ગીંણીય ગણાય છે. કારણ કે તે ધ્યાન હિંસાપ્રચુર હોય છે. તેમ આપણા જીવનમાં પરના ધર્મની અનુમેહના ન હોય, તે આપણે ધર્મ પણ બગલાના ધ્યાન જે ગણાય.
હંસનું ધ્યાન ખેતી પર હેય છે, તેમ હંસ જેવા વિવેકી આત્માઓ, સમ્યગ્દષ્ટિવાળા આત્માએ દુષ્કતથી પર રહીને સુકૃતની અનુમોદના જ કરે.
સમ્યગ્દષ્ટિની અનુમેકના જગતમાં જ્યાં જ્યાં સુકૃત થયું હોય, થતું હોય, થવાનું હોય, ત્યાં ત્યાં પહોંચી જાય છે. પુણ્યાનુબંધી પુન્યને બંધ કરાવીને, જીવને મેક્ષપર્યત પહોંચાડી દે છે.
પુન્યાનુબંધી પુન્ય, સમ્યગ્દર્શન ગુણનું ફળ છે. જેવું બીજ તેવું ફળ. બીજ ખરાબ તે ફળ ખરાબ. સમ્યગ્દર્શન એ મુક્તિનું બીજ.
જેનું દર્શન સમ્યફ, તેનું જ્ઞાન મિથ્યા મટીને સમ્યફ બને અને તેવું જ સમ્યક તેનું ચારિત્ર બની રહે.
સાન-જ્ઞાન-વારિત્રનિ મોક્ષમા” એ પદ ગહન ચિંતનને પરિપાક છે.
પ્રત્યેક પ્રસંગ, પદાર્થ અને નિમિત્તમાંથી આત્મહિતકર તત્ત્વને તાર ખેંચવાની આગવી સુઝ સમ્યગ્દષ્ટિવાળો આત્મા ધરાવતું હોય છે.
સમ્યગ્દષ્ટિ એટલે તત્ત્વગ્રાહી દષ્ટિ. આવી નિર્મળ દષ્ટિ, દેવાધિદેવનાં દર્શન, પૂજન, ભજન સમયે યાચતા રહીએ.
પરમ તત્વ શ્રી સિદ્ધચક્ર, જન્મરૂપી દાવાનળને શમાવવામાં નવીન મેઘ સમાન છે. એ જ્ઞાન આપનારા પરમ ગુરુ શ્રી તીર્થંકર પરમાત્મા છે.
શ્રી તીર્થંકર પરમાત્માના વચનને યથાર્થ પણે, સમજવાની શક્તિ બીજબુદ્ધિના નિધાન શ્રી ગણધર ભગવંતે જ ધરાવતા હોય છે.
ગુરુના વચનને સમજવા માટે તીવ્ર અને સુમબુદ્ધિ ઉપરાંત સો ટચને સમર્પણભાવ જરુરી છે.