________________
૨૩૮
આત્મ-ઉથાન પાયો
અલિપ્ત અને અક્રિય માને છે, તેઓ પ્રગટપણે સંપૂર્ણ રીતે નાસ્તિક નહિ હોવા છતાં અંશતઃ નાસ્તિક છે જ છે.
અક્રિય અવસ્થામાં પણ જીવ જેમ શુભાશુભ કર્મને કર્તા છે તેમ તેના સારાનરસાં ફળને ભક્તા પણ છે જ.
શરીર છૂટયું એટલા માત્રથી કમ છૂટયાં એમ સંસારી જીવ માટે બનતું નથી. કુટુંબીજને આદિ માટે પાપકર્મ કરનારનાં પાપકર્મોનું ફળ કુટુંબીજને આદિ ભગવતાં નથી પણ તે ફળ પાપકર્મ કરનારને જ ભેગવવાં પડે છે. તેથી સંસારી જીવ આકાશની જેમ નિષ્ક્રિય નથી, તેમ અલિપ્ત પણ નથી. પરંતુ સક્રિય અને સલિપ્ત છે.
જીવ, જીવનું નિત્યત્વ, જીવનું કર્તૃત્વ અને જીવનું ભોકતૃત્વ–એ ચારને જૈન દર્શન સ્વીકારે છે તેટલા માત્રથી જ તેની વિશેષતા સમાપ્ત થતી નથી. જીવના અસ્તિત્વને કે નિત્યત્વને તથા કતવને કે ભકત્વને કઈ માને યા ન માને તેટલા માત્રથી તે ઊડી જતું નથી. ગુક્તિ અને આરામથી તેને સ્વીકારનારને જેમ તે માનવાં પડે છે, તેમ નહિ સ્વીકારનારને પણ તેનું ફળ અનુભવવું જ પડે છે.
જૈનદર્શનની વિશેષતા જેમ જીવને કર્મબંધ અને કર્મફળને કર્તા તેમ જ ભક્તા માનવામાં રહેલી છે, તેમ સર્વ કર્મને ક્ષય અને તેના ઉપાયના અસ્તિત્વને માનવામાં પણ રહેલી છે.
જીવને કર્મથી સર્વથા છૂટકારો થઈ શકે છે અને તે છુટકારાના સભ્ય દર્શનાદિ ઉપાય પણ વિદ્યમાન છે જ. એ માન્યતા ઉપર લેકોત્તર આસ્તિકતા અવલંબેલી છે.
લોકોત્તર આસ્તિકતામાં જીવ અને પરલેક આદિની શ્રદ્ધા સાથે જીવના નિત્યસ્વની, કતૃત્વની, ભેતૃત્વની મુક્તત્વની અને તદનુરૂપ સવની શ્રદ્ધા પણ અવિચળપણે રહેલી હોય છે. એમાંથી એકની કે એકના કેઈ અંશની પણ અશ્રદ્ધા જ્યાં સુધી છે, ત્યાં સુધી લકત્તર આસ્તિકતા તે નથી જ, કિન્તુ અપ્રગટપણે નાસ્તિકતાનાં બીજ છુપાયેલાં જ છે. એ નાતિકતાનાં બીજ એના માલિકને મુક્તિમાર્ગની આરાધનામાં સીધી કે આડકતરી રીતે પ્રતિબંધક થયા સિવાય પણ રહેતાં નથી.
લકત્તર આસ્તિકતાના અર્થી આત્માઓ માટે જૈન શાસ્ત્રકારોએ શ્રદ્ધાનાં મુખ્ય છ સ્થાને બતાવેલાં છે. તે છ પૈકી કેઈ એકની પણ અધૂરાશ ચાલી શકે તેમ નથી. શ્રદ્ધાનાં છ સ્થાન
સ્થાન પહેલું દશ્યમાન પૃથ્વી આદિ પાંચ ભૂતેથી ભિન્ન સ્વરૂપવાળે, આ ભવ છેડીને અન્ય ભવમાં જનારો અને જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનાર “જીવ’ નામને એક સ્વતંત્ર પદાર્થ છે.