________________
૨૩૭
શ્રી જૈન દર્શનની લોકોત્તર આસ્તિકતા !
શ્રી જૈન દર્શનની લોકોત્તર આસ્તિકતા! જીવ છે, પરલેક છે, પુણ્ય છે, પાપ છે, સ્વર્ગ છે, નરક છે, એટલું જ માનવા માત્રથી લકત્તર આસ્તિકતા પ્રાપ્ત થઈ શકતી નથી.
જેઓ જીવ, પરાક, પુણ્ય, પાપ, સ્વર્ગ તેમ જ નરકાદ અતીન્દ્રીય વસ્તુઓના અસ્તિત્વને સ્વીકારવા જ નથી તેઓ તે પૂરા નાસ્તિક છે જ, પરંતુ જેઓ જીવ, પરલેક, પુણ્ય પાપાદિની સત્તાને સ્વીકારવા છતાં તેના સ્વરૂપને–તે જેવી રીતે છે–તેવી રીતે માનતા નથી, પણ અન્ય રીતે સ્વીકારે છે તેઓ પણ લેકોત્તર દૃષ્ટિએ આસ્તિક નથી.
જીવને માનવા છતાં જેઓ તેને માત્ર પંચભૂતમય માને છે, પાણીના પરપોટાની જેમ યા કાષ્ટના અગ્નિની જેમ ભૂતમાત્રમાંથી ઉત્પન્ન થઈને ભૂતમાત્રમાં વિલય પામી જનાર માને છે, તેઓ તે નારિતક છે જ, પરંતુ જેઓ જીવને પંચભૂતથી અતિરિક્ત અને કદી નાશ નહિ પામવાના સ્વભાવવાળે માને છે અને તેઓ પણ જે કૂટસ્થ, નિત્ય કે સર્વથા અલિસ સ્વભાવવાળો માને તે પણ જીવના પ્રત્યક્ષસિદ્ધ કર્તુત્વાદિ ધર્મને અ૫લાપ કરનારા થાય છે.
પંચભૂતથી અતિરિક્ત જીવને નહિ માનવામાં જેમ નાસ્તિકતા રહેલી છે તેમ પંચભૂતથી અતિરિક્ત જીવમાં રહેલા કર્તુત્વાદિ ધર્મોને નહિ સ્વીકારવામાં પણ અંશતઃ નાસ્તિકતા છુપાયેલી છે.
જીવ નિત્ય છે, તેમ આકાશ પણ નિત્ય જ છે. પણ જીવન નિત્યતા અને આકાશની નિત્યતા વચ્ચે મોટું અંતર છે. આકાશ નિત્ય છતાં ત્રણે કાળમાં અલિપ્ત છે, તેમ જીવ નથી. જીવ ઉપર અસર
સકર્મક જીવ બાહા પદાર્થો અને સગોથી અવશ્ય લેપાય છે. તે તે પદાર્થો અને સંગોનાં પરિવર્તનોની ઓછીવત્તી અસર જીવ ઉપર થાય જ છે, પરંતુ આકાશ ઉપર થતો નથી.
જીવ જેવા સંગમાં મુકાય છે, તેવી અસર તેના ઉપર થાય જ છે. સગી અવસ્થામાં પ્રતિ સમય જીવ કર્મ કર્યા જ કરે છે. વિગ્રહગતિમાં પણ કર્મબંધ કરે છે. આહાર આદિ છ પર્યાસિએમાં કોઈ પણ પર્યાપ્તિ પ્રવૃત્તિરૂપે હેતી નથી, છતાં વિગ્રહગતિમાં જીવને કર્મ બંધન થાય જ છે. કાયિક આદિ બાહ્ય વ્યાપાર ન હોય ત્યારે પણ પૂર્વ-પ્રાગાદિથી ચક્રભ્રમણાદિની જેમ વિગ્રહગતિ આદિમાં કર્મબંધ થયા કરે છે, એવું શાસ્ત્રવચન છે. કર્મબંધરહિત અવસ્થા માત્ર સિદ્ધોને અથવા અાગી કેવળી ભગવંતને હોય છે. તેમ છતાં જેઓ જીવને આકાશની જેમ ત્રણે કાળ અને સર્વ અવસ્થામાં