________________
શ્રી જૈન દર્શનની લેતર આસ્તિકતા !
૨૩૯ આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવને પાંચ ભૂતેથી અતિરિક્ત નહિ માનવારૂપ નાસ્તિકતા નાબૂદ થાય છે.
સ્થાન બીજુ પંચભૂતેથી અતિરિક્ત જીવ નામને પદાર્થ, દ્રવ્યદ્રષ્ટિએ અવિ. નાશી અને નિત્ય સ્વભાવવાળે છે.
આ સ્થાન પરની શ્રદ્ધાથી શરીરના નાશની સાથે જીવને નાશ માનવારૂપ નાસ્તિકતા દૂર થાય છે.
સ્થાન ત્રીજુ જ્યાં સુધી જીવન મા ન થાય ત્યાં સુધી સંસારી જીવ પ્રતિ સમય સાત યા આઠ કર્મને બાંધ્યા જ કરે છે. એ કર્મ મૂળ આઠ પ્રકારનાં , અને તેના ઉત્તર ભેદ ૧૫૮ પ્રકારનાં છે, જ્ઞાનદર્શનને રોકનાર, સુખદુખને આપનાર, વર્તન અને વિચારમાં ભ્રમ પેદા કરાવનાર, જીવન અને શરીરને ધારણ કરાવનાર, ઉચ્ચનીચ આદિ અવસ્થાઓને અપાવનાર અને દાનલાભાદિમાં અંતરાયભૂત થના૨, તે કર્મો જ છે. કર્મોને છેડીને બીજુ કાંઈ પણ નથી.
આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવને નિર્ગુણ અને નિષ્ક્રિય માનવારૂપ નાસ્તિકતા દૂર થાય છે.
સ્થાન ચોથુ : જે જે જીવે છે જે કર્મોને બાંધે છે, તે તે જીવોને તે તે કર્મો ભોગવવાં જ પડે છે.
આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવને સુખદુઃખ દેનાર તરીકે ઈશ્વરને માનવરૂપનાસ્તિકતાને નિરાસ થાય છે.
સ્થાન પાંચમું જન્મ, જરા મરણાદિની પડાથી રહિત અને અનંત જ્ઞાનદર્શનાદિ ગુણની સમૃદ્ધિથી ભરપૂર જીવની મેક્ષાવસ્થા છે.
આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવન નહિ માનનાર અને મોક્ષને માનવા છતાં તેને અભાવાદિ સ્વરૂપવાળો માનનાર મતનો નિરાસ થાય છે.
સ્થાન છ૭: ભવ્ય જીવને મેક્ષ, ઉપાયથી સાધ્ય છે. હિંસાદિ આને રોધ અને સમ્યગ્દર્શનાદિ સંવર નિર્જરાના ઉપાયનું ઉત્કટ આસેવન એ મોક્ષનો ઉપાય છે.
આ સ્થાન પરની શ્રદ્ધાથી મેક્ષના ઉપાયોને નહિ માનવારૂપ નાસ્તિકતા તેમ જ મોક્ષના યથાર્થ ઉપાયોને બદલે વિપરીત ઉપાયને માનવરૂપી વક્રતા તેમ જ જડતા જીવનમાંથી દૂર થઈ જાય છે.
જૈન દર્શનની લો કેત્તર આસ્તિકતાનું યથાર્થ સ્વરૂપ સમજી સહુ કોઈ તેના પર આદરવાળા બને અને પરમ કલ્યાણના ભાગી બને !