________________
શ્રી જિનશાસનને મહાન ઉપકાર
૨૪૧ - જ્યાં રાગ ન હોય, ત્યાં દ્વેષ હોય જ નહીં. તેની ઉત્પત્તિનું મૂળ રાગ છે. તેથી રાગને જ સંસારનું કારણ કહેલ છે.
રાગ-દોષનો નાશ કરવાનું અનન્ય સાધન જ્ઞાન છે. જ્ઞાનથી જ રાગ જાય છે. જ્ઞાનનું સાધન દર્શન છે. દર્શન એટલે ચિત્તશુદ્ધિ.
ચિત્તશુદ્ધિનું સાધન ચાસ્ત્રિ છે. ચારિત્ર એટલે શુદ્ધ આચરણ, અહિંસા, સત્ય, અચોર્યાદિ. શુદ્ધ આચરણથી ચિત્ત શુદ્ધ થાય છે. ચિત્ત શુદ્ધ થવાથી સમ્યજ્ઞાન થાય છે. કેમકે જેનું ચિત્ત નિર્મળ હોય, તેની બુદિધ ન્યાય યુક્ત બને છે,
ન્યાય યુક્ત બુદ્ધિનું બીજું નામ આત્મૌપમ્યભાવ છે. આત્મીપમ્ય ભાવવાળો જીવ નયવાદને યથાર્થપણે ગ્રહણ કરી શકે છે. તેથી તેનું જ્ઞાન સમ્યમ્ બને છે. અને સમ્યજ્ઞાન વડે રાગભાવનું નિવારણ થઈ શકે છે. એટલે સર્વથા રાગ રહિત શ્રી વીતરાગનું શાસન શ્રી જિનશાસન જ સાચું ઠરે છે.
. શ્રી જિનશાસનને મહાન ઉપકાર શ્રી જિનશાસન મંગળમય છે. તેની પ્રત્યેક વસ્તુ મંગળમય હોવાના કારણે વિદનદવંસમાં પરમ હેતુભૂત છે.
ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ–એ સર્વને પવિત્ર કરનાર છે, કેમકે તેની સાથે આત્માને સીધો સંબંધ છે.
ખરું મૂલ્ય આત્મદ્રવ્યનું છે. આત્મદ્રવ્ય, આત્મક્ષેત્ર, આત્મકાળ અને આત્મભાવ જગતમાં સર્વોત્તમ છે. તેથી આત્મભાવને પ્રગટાવનાર સાધન-સામગ્રી પણ સર્વોત્તમ છે.
શ્રી જિનશાસન તે સામગ્રી પૂરી પાડે છે, માટે તેની સર્વ સાધનાઓ આત્મજ્ઞાન પિષક હેવાથી મંગળમય અને આશીર્વાદસ્વરૂપ છે.
તીર્થમાં શ્રી શત્રુંજય, સમેતશિખર આદિ, પર્વમાં પર્યુષણ પર્વાધિરાજ, કાર્તિકી ચૈત્રી પુનમાદિ, દ્રવ્યમાં શ્રી જિનાગમ શ્રી જિનપ્રતિમા આદિ, ભાવમાં નમસ્કારભાવ, સામાયિકાદિભાવ આત્મજ્ઞાનની સાથે સીધો સંબંધ ધરાવે છે, તેથી તે પ્રત્યેકની આરાધના આત્મજ્ઞાનપષક બને છે.
અઢીદ્વીપમાં કેઈ એવું ક્ષેત્ર નથી કે જયાંથી અનંત આત્માઓ સિદિધગતિ પામ્યા ન હોય. અવસર્પિણ, ઉત્સર્પિણ આદિ કોઈ એવો કાળ નથી કે જેને સ્પર્શીને અનંત આત્માઓ મોક્ષે ન ગયા હેય. આ. ૩૧