________________
૨૨
આત્મ-ઉત્થાનને પાયે શ્રી જિનાગમ-જિનવચનનું કોઈ એવું પદ નથી કે જેને ભાવીને તથા શ્રીજિનમતિ જિનચૈત્યાદિ કઈ એવું તીર્થ નથી કે જેની ભક્તિભાવપૂર્વક આરાધના કરીને અનંત આત્માઓ મુક્તિરમીને ન વર્યા હોય.
એ જ રીતે નમરકાર ભાવ અને સામાયિક ભાવને સ્પર્શીને અનંત આત્માઓ મોક્ષસુખને પામ્યા છે. તેથી મનુષ્ય જન્મ જૈનકુળ અને વિતરાગનું શાસન પામનાર ભાગ્યશાળી આત્માને પ્રત્યેક ભૂમિ, પ્રત્યેક દિવસ, પ્રત્યેક અક્ષર કે પદ, પ્રત્યેક જીવ અને તેના કર્મથી ઉત્પન્ન થનારી પ્રત્યેક અવસ્યા સંવેગ અને વૈરાગ્યરસને પેદા કરી ઘાતીકર્મોને ક્ષય કરાવી કેવળજ્ઞાન અને કેવળદર્શનનું કારણ બને, શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન કરાવી જીવની બહિર્મુખ દશા ટાળી, અંતર્મુખ દશા પ્રગટાવી, પરમાત્મપદની પ્રાપ્તિ કરાવનાર થતી હોવાથી બધાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સમ્યગ્દષ્ટિ જીવને સાધક થાય છે. અને બાધક થતાં મટી જાય છે. શ્રી જિનશાસનને આ ઘણે માટે ઉપકાર છે.
- 1 શ્રી જિનશાસનનું હૃદય “સમકિતી અડ પણ ઘણી, પણ જ્ઞાની કહેવાય;
સમકિત વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય. સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અષ્ટપ્રવચન માતના જ્ઞાન જેટલું હોય, તે પણ તે જ્ઞાની છે. મિથ્યાષ્ટિનું નવ પૂર્વ પ્રમાણ જ્ઞાન પણ અજ્ઞાન છે.
સમિતિનું જ્ઞાન એટલે માત્ર પૂજવું, પ્રમાર્જવું એટલું જ નથી, કિન્તુ એની પાછળ સમ્યગ્દર્શન અર્થાતુ પ્રાણી માત્ર પ્રત્યેના વાત્સલ્યથી ભરેલું હય હોવું જરૂરી છે.
બીજાના સુખમાં પિતાથી બાધા ન થઈ જાય, કેઈને પીડા ઉત્પન્ન થાય-એવી કાળજીપૂર્વકનું જીવન તે સમિતિનો પ્રાણ છે.
સમિતિ-ગુપ્તિ એ પ્રવચન માતા છે. કેમકે માતાની જેમ સર્વને સુખની, સર્વના હિતની ચિંતાસ્વરૂપ છે.
પ્રવચન અર્થાત્ શ્રી જિનશાસન. તે જ પ્રત્યેને માતૃતુલ્ય હૃદયમાંથી-વાત્સલયમાંથી જન્મેલું છે. જીવો પ્રત્યેના વાત્સલ્યથી ભરપૂર છે. જીવ પ્રત્યેનું વાત્સલ્ય તેને પ્રાણ છે.
સમિતિપૂર્વકનું જીવન એટલે જગતના છ સાથેનું પ્રેમ, સહાનુભૂતિ, સહકાર અને સહિષ્ણુતા પૂર્વકનું જીવન