________________
પરમ શ્રદ્ધેય શાસ્ત્રો
૨૩૫
પ્રત્યક્ષ જગત કેવળ નિત્ય નથી કે કેવળ અનિત્ય નથી. દ્રવ્યરૂપે કાયમ રહીને પ્રતિક્ષણ પર્યાયરૂપે તે પલટાયા કરે છે. તેથી નિત્યાનિત્ય ઉભય સ્વરૂપ છે. જગતને કોઇ પણ પદ્મા, એ ઉભય સ્વરૂપને છેડીને રહી શકતા નથી.
કોઇ પણ પદાને કેવળ નિત્ય માનવા કે કેવળ અનિત્ય માનવા એ પ્રત્યક્ષ મૃષાવાદ છે.
એવા મૃષાવાદના આશ્રય જે શાસ્ત્રકારોએ લીધા નથી, કિન્તુ જગતનું સત્ય સ્વરૂપ અતાવવા માટે ‘ સ્યાદ્વાદ'ના આશ્રય લીધા છે, તે શાસ્ત્રકારાનાં શાઓ પરમ શ્રદ્ધેય છે. શાસ્ત્રોની સત્યતાની બીજી સેાટી અહિંસા છે
જે શાસ્ત્રો હિંસાને પણ ‘ધર્મ' તરીકે સમજાવતાં હોય, તે શાસ્ત્રો સજ્ઞ, વીતરાગ પુરુષાનાં બનાવેલાં સિદ્ધ થતાં નથી.
હિંસા એ સર્વ દેશ અને સર્વ કાળમાં સર્વ જીવેને અનિષ્ટર છે. અને તેને આચરનાર, કાર્યકારણના નિયમ મુજબ, કદી પણ બદલામાં—સુખ મેળવી શકે નહિ. • જેવુ વાવે તેવું લણે' ( As you sow, so shall you reap ) એ નિયમને એક નાનું બાળક કે નિરક્ષર માણુસ પણ જાણી શકે છે.
છતાં હિંસા એટલે ખીજાને દુઃખ દેવાની ક્રિયાથી ‘ધર્મ' અને અહિંસા એટલે બીજાને સુખ દેવાની ક્રિયાથી ‘ અધર્મ' થાય છે, એમ કોઈ શાસ્ત્ર કે કોઈ શાસ્ત્રકાર (કાઈ એક સ્થળે ભૂલથી પણ) નિરૂપણ કરે છે, તે તે અજ્ઞાની, અસત્યવાદી, અશ્રદ્ધેય ઠરે છે. તા જે શાસ્ત્રોમાં એવાં એક નહિ પણ અનેક નિરૂપણા આલેખાયેલાં હાય તે શાસ્ત્રામાં કહેલી તે અને ખીજી વાતા ‘ સમયજ્ઞાન ’ના અને માન્ય થઈ શકતી નથી.
સજગહિતેષી સજ્ઞ અને વીતરાગ પુરુષાનાં પ્રકાશેલાં (કહેલાં) શાસ્ત્રોમાં ‘હિંસા’ એ અધમ અને અહિંસા' એ જ ધર્મ હાય છે, એ સત્થાઓની સાટી છે.
6
પરંતુ વિશ્વનું સ્વરૂપ સમજવા માટે ‘ સ્યાદ્વાદ' ન્યાયને આશ્રય લીધા સિવાય જેમ ચાલતું નથી, તેમ અહિંસાનું શુદ્ધ સ્વરૂપ સમજવા માટે પણ ‘ સ્યાદ્વાદ’ ન્યાયના આશ્રય લીધા સિવાય ચાલતું નથી. કારણ કે અહિંસા પણ બે વિભાગમાં વહેંચાયેલી છે.
તે એ વિભાગ આ રીતે છે, એક જીવવધની ક્રિયારૂપે, બીજો જીવવધના પિરણામરૂપે. જીવવધની ક્રિયા અનેક પ્રકારની હાય છે અને જીવવધના અધ્યવસાય પણ અનેક પ્રકારના હાય છે.
તેથી જેવા જેવા પ્રકારના જીવાના વધ અને તેની કરનારના અધ્યવસાય, તે મુજમ તેને ‘હિંસા’અને
પાછળ રહેલા જેવા જેવા વધ અહિંસા ’નું ફળ મળી શકે છે.