________________
શ્રદ્ધા અને સંવેગ
૨૩૧ અપરાધ ગણાતું નથી, તેમ વિના ઉપગે થયેલું સારું કાર્ય પણ સંસારમાં સારું કે પ્રશંસનીય ગણાતું નથી. ઈતર દશનકાએ પણ કહ્યું છે કે,
_ 'मन एव मनुष्याणां कारण बन्धमोक्षयोः' મનુનું મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જેમાં ભળતું નથી, એ ક્રિયા જેમ મને હેતુ થતી નથી, તેમ બંધનો હેતુ પણ થતી નથી. | મન શૂન્યપણે કે ઉપગશૂન્યપણે થતી પંચ પરમેષ્ટિ નમસ્કાર ક્રિયા પણ તેનું સારૂં અને યથાર્થ ફળ કેમ આપી શકે ? એ ક્રિયાની સાથે મનને મેળવવા માટે અર્થજ્ઞાનની જેટલી જરૂર છે, તેના કરતાં અનેક ગણી અધિક જરૂર શ્રદ્ધા અને સંવેગની છે.
શ્રદ્ધા અને સંવેગવાળા તથા પંચ પરમેષ્ટિ નમસ્કાર ક્રિયા પ્રત્યે ભક્તિ અને આદરવાળા પુણ્યવંત છો અત્ય૯૫ અર્થજ્ઞાનને ધારણ કરવા છતાં તેનાથી જે ફાયદો આજે અગર કેઈપણ કાળે ઉઠાવી શકે છે, તે ફળ-શ્રદ્ધા, સંવેગ, ભક્તિ અને આદર આદિથી શૂન્ય મેટા તવવેત્તા અને પંડિત શિરોમણિ તરીકે લેખાતાઓ પણ મેળવી શકે તેમ નથી. - પંચપરમેષ્ટિ નમસ્કાર-ક્રિયાને પ્રભાવ એ રીતે અત્યંત પ્રભાવશાળી હોવા છતાં પણ તેના યથાર્થ ફળથી વંચિત રહી જવાનું મુખ્ય કારણ કેઈ હોય, તે તે શ્રદ્ધા હીનતાદિ છે. શ્રદ્ધહીને આત્માના હાથમાં આવેલ શ્રી નવકારરૂપી ચિંતામણિ યર્થાથ ફળદાયી ન નીવડે, તો તેમાં દેષ શ્રી નવકાર કે તેના પ્રભાવને છે એમ કહી શકાય નહિ. નમસ્કાર કરવાની યોગ્યતા
અનધિકારી આત્માઓને સારી પણ ચીજ આપવાની પરોપકારરત પુરુષો સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે. પરમપકારી ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી જ એક સ્થળે ફરમાવે
'नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येन' तथापि तु ।
हरिभद्र इद शाह, नैतेभ्यो देय आदरात् ।। ઉત્તમ વસ્તુના માહાભ્યને જાણનારાં પુરુષો અગ્યને ઉત્તમ વસ્તુ આપતા જ નથી. તે પણ “હરિભદ્ર' આદરપૂર્વક જણાવે છે– કૃપા કરીને ઉત્તમ વસ્તુ તે અગ્યને આપતા નહિ. તેઓ શ્રી વિશેષમાં જણાવે છે કે ઉત્તમ વસ્તુની કરેલી જરા જેટલી પણ અવજ્ઞા મોટા અનર્થને માટે થાય છે. એ અનર્થથી બચવાને માટે જ મારૂં આ કથન છે. નહિ કે મને કેઈના તરફ માત્સર્ય છે.
યોગ્ય અને અધિકારી આત્માઓને તે તે પ્રયત્નપૂર્વક આપવી જોઈએ. પરંતુ તેમાં પણ વિધિ જાળવવાની અત્યંત જરૂર છે. અગ્ય વિધિએ ગ્રહણ કરનાર એગ્ય